હળવદના કડિયાણા નજીક કેનલામાં એક બાળક સહિત ત્રણ ડૂબ્યા, બાળકનો બચાવ - હળવદના કડિયાણા કેનાલ
હળવદ: કડિયાણા નજીકની કેનાલમાં સોમવારની સવારે એક બાળક સહિત 3 લોકો ડૂબ્યા હતા. તેમને બચાવવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં બાળકને બચાવી લેવમાં આવ્યો છે, જયારે અન્ય બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
![હળવદના કડિયાણા નજીક કેનલામાં એક બાળક સહિત ત્રણ ડૂબ્યા, બાળકનો બચાવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4526994-thumbnail-3x2-hlvad.jpg)
હળવદના કડિયાણા નજીક કેનલામાં એક બાળક સહિત ત્રણ ડૂબ્યા, બાળકનો બચાવ
હળવદ તાલુકાના કડિયાણા અને માથક ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં સોમવારની સવારે બાળક સહિત આદિવાસી પરીવારના બે યુવાનો મોરબી બ્રાન્ચ કેનાલામાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ કારણોસર ડુબતા સ્થાનિકોને જાણ થતાં તે લોકો મદદ માટે દોડી ગયા હતા. જે ઘટનામાં બાળકને બચાવી લેવાયો હતો જયારે અન્ય બે ભાઈઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા હળવદ મામલતદાર વી.કે.સોલંકી સહિતની ટીમ ધટનાસ્થળે દોડી આવી હતી.
હળવદના કડિયાણા નજીક કેનલામાં એક બાળક સહિત ત્રણ ડૂબ્યા, બાળકનો બચાવ