મોરબીની ટ્રાફિક શાખામાં ફરજ બજવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ લાખાભાઈ નાકડા અને ફારૂકભાઈ સુમરા મહેન્દ્રનગર ચોકડી પાસે ફરજ બજાવતા હતા. દરમિયાન સેન્ટ્રો ગાડી રોકવાનો ઈશારો કરવા છતાં ચાલકે કારક રોકી ન હતી. બંને જવાનો કારને પકડવા જતાં કાર ચાલક તેમને ટક્કર મારી ત્યાંથી નાસી છુટ્યો હતો.
મહેન્દ્રનગર ચોકડી પાસે કારની ટક્કરથી બે ટ્રાફિક જવાન ઘાયલ - morbi akasmat
મોરબીઃ મહેન્દ્ર નગર ચોકડી પાસે ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને કાર ચાલકે ટક્કર મારી હતી. ટ્રાફિક જવાનોએ ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતાં કાર ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. ટ્રાફિક કર્મચારીએ આ કાર ચાલક વિરુદ્વ ફરિયાદ દાખલ કરાવી હતી.
મહેન્દ્રનગર ચોકડી પર કારની ઠોકરે બે ટ્રાફિક જવાનો ઈજાગ્રસ્ત
કારની ટક્કરથી ભાવેશભાઈ અને ફારૂકભાઈને હાથ,પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બંનેને સારવાર માટે નજીકના દવાખાનામાં ખસેડાયા હતા. કાર ચાલકને પોલીસ સ્ટેશનમાં બોલાવતા તેણે પોલીસ મથકમાં પણ અસભ્ય વર્તન કરી કાર્યવાહીમાં દખલગીરી કરી હતી. જેથી પોલીસે તેની સામે ગુનો નોધીં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.