મોરબી: મોરબી જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે જેની સામે રિકવરી રેટ પણ પ્રમાણમાં વધી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો કોરોનાને દર્દીઓ મ્હાત પણ આપી રહ્યા છે જેમાં વાંકાનેર અને મોરબીના વધુ બે દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે. આ ઉપરાંત આજે એક કોરોના પોઝિટિવ કેસ પણ નોંધાયો છે.
મોરબી જિલ્લામાં વધુ 2 દર્દીઓ કોરોના સામે જીત્યા, જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો - મોરબીમાંકોરોના ન્યૂઝ
મોરબી જિલ્લામાં આજે વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને હરાવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો આ ઉપરાંત એક કોરોના પોઝિટિવ કેસ પણ આજે સામે આવ્યો છે.
મોરબીના યદુનંદન પાર્કના રહેવાસી અને શહેરની મહેશ હોટલના સંચાલક 44 વર્ષના પુરુષ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જેેણે કોરોનાને હરાવ્યા બાદ આજે હોસ્પિટલમાંથી રજા આપવમાં આવી હતી. તો વાંકાનેર જીનપરા વિસ્તારના 40 વર્ષના પુરુષ કોરોના સંક્રમિત થતા રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે યુવાને પણ કોરોના સામેનો જંગ જીતી લીધો છે અને વધુ બે દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
જોકે રાહતની સાથે મોરબીમાં વધુ એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે. શહેરના વાવડી રોડ પર રહેતા 49 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી હાલ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે જેને 5 વર્ષથી હાઈપર ટેન્શનની તકલીફ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હાલ તેની તબિયત સ્થિર હોવાનું પણ આરોગ્ય વિભાગે પાસેથી જાણવા મળ્યું છે.