મોરબી : ગીડ્ચ ગામની સીમમાંથી તાલુકા PSI આર.એ.જાડેજાની ટીમના નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળિયા, દિવ્યરાજસિંહ જાડેજા, અમિતભાઈ વાસદડીયા, દિલીપભાઈ ગેડાણી, સંજયભાઈ માણસુરીયા, વજુભાઈ કુરિયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી.
મોરબીના ગીડ્ચ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા - મોરબીના ગીડ્ચ તાલુકા પોલીસ
મોરબીના ગીડ્ચ ગામની સીમમાંથી તાલુકા પોલીસે બાતમીને આધારે કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી લીધા હતા. તેમજ 1680 બોટલ ઈંગ્લીશ દારૂ સહિત કુલ 7.35 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબી
તે દરમિયાન મોરબીના ગીડ્ચ ગામની સીમમાં હનુમાન મંદિર નજીક ડુંગરપુર જવાના રસ્તેથી સ્વીફ્ટ કાર નં. જી.જે. 03 ઈઆર 1548માં ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ 1680 કિંમત રૂ 2,35,200નો મુદામાલ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો તેમજ કાર સહિત કુલ રૂ 7,35,700 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ કારમાં સવાર આરોપી રઘુભાઈ રાણાભાઇ ઇન્દરીયા અને વિષ્ણુ રાણાભાઇ ઇન્દરીયાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.