ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી તાલુકાના બે મુખ્ય રસ્તાઓ બંધ, કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું - મોરબીના સમાચાર

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક પુલ અને નાળાઓ તૂટી ગયા છે. જેથી મોરબી તાલુકાના બે રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તા વચ્ચે આવેલા પુલ તૂટી ગયા છે. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. બીલીયા-મોડપર રસ્તા પરનો પુલ જર્જરીત છે આ રસ્તાનો ઉપયોગ 31મી ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે.

મોરબી તાલુકાના બે મુખ્ય રસ્તાઓ બંધ
મોરબી તાલુકાના બે મુખ્ય રસ્તાઓ બંધ, કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

By

Published : Sep 20, 2020, 3:44 PM IST

મોરબી: ભારે વરસદાના કારણે અનેક પુલ અને નાળાઓ તૂટી ગયા છે. મળતી માહિતી મુજબ, કાલિકાનગર જવાના રસ્તે આવેલો માઈનોર બ્રીજ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. સલામતીના ભાગરૂપે બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ બંધ ન થાય ત્યા સુધી ડાયવર્ઝનની કામગીરી શક્ય નથી. જેથી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુક્તું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર 14મી ઓક્ટોબર સુધી લખધીરપુરથી કાલિકાનગર જવા માટેના રસ્તા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ રસ્તાના વિકલ્પે કાલિકાનગર જોઈનીંગ નીચીમાંડલ, રાતાભેર રોડ (કાલિકાનગર જવા માટે) નો ઉપયોગ કરી શકાશે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર બનશે.


જ્યારે મોરબી તાલુકાના બીલીયાથી મોડપર ગામને જોડતો 4 કિ.મી.અન્ય જિલ્લા માર્ગ છે. સદર રસ્તા પર બગથળાથી 2 કિ.મી.ના અંતરે ઉપરવાસમાં સિંચાઈ વિભાગના ચેક ડેમ પાસે 3 ગાળાનું સ્લેબ ડ્રેઈન હાલ જર્જરીત હાલતમાં છે. સદર કામની મંજૂરી છે પરતું આ કામ ચોમાસા બાદ શરૂ થવાનું છે. હાલ સદર સ્લેબ ડ્રેઈન જર્જરીત હાલતમાં છે જેથી રસ્તો ફરજીયાત રીતે બંધ કરવો જરૂરી બન્યો છે. આ રસ્તાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.


આ જાહેરનામા અનુસાર 31 ડિસેમ્બર 2020 સુધી આ રસ્તાનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વિકલ્પે બીલીયા ગામે જવા માટે બીલીયા-બગથળા રોડનો તેમજ મોડપર ગામે જવા માટે કોસ્ટલ હાઈવેથી મોડપર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details