ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના જોગડ ગામમાં ભેંસ ચરાવવા બાબતે 2 જૂથ વચ્ચે મારામારી થતાં 2 વ્યક્તિના મોત, ડબલ મર્ડરની પોલીસ ફરિયાદ નોંધાઈ - જૂની જોગડ ગામ

જિલ્લાના હળવદ તાલુકાના જૂની જોગડ ગામમાં ભેંસ ચરાવવા જેવી બાબતે એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મારામારી થઈ હતો. જોકે, તે દરમિયાન બંને પક્ષના એક એક વ્યક્તિનું મોત થતા ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. તો આ મામલે હવે હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના જોગડ ગામમાં ભેંસ ચરાવવા બાબતે 2 જૂથ વચ્ચે મારામારી થતાં 2 વ્યક્તિના મોત, ડબલ મર્ડરની પોલીસ ફરિયાદ નોંધાઈ
હળવદના જોગડ ગામમાં ભેંસ ચરાવવા બાબતે 2 જૂથ વચ્ચે મારામારી થતાં 2 વ્યક્તિના મોત, ડબલ મર્ડરની પોલીસ ફરિયાદ નોંધાઈ

By

Published : Sep 13, 2021, 12:08 PM IST

  • મોરબીના હળવદમાં જૂની જોગડ ગામમાં ભેંસ ચરાવવા બાબતે એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે થઈ હતી મારામારી
  • મારામારી દરમિયાન બંને જૂથના એક એક વ્યક્તિનું મોત થતા ડબલ મર્ડરની ઘટના આવી હતી સામે
  • આ મામલે હવે હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીઃ હળવદ તાલુકાના જૂની જોગડ ગામે ભેંસો ચરાવવા જેવી સામાન્ય બાબતે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે માથાકૂટ તથા મારામારી થઇ હતી અને બંને પક્ષના એક એક વ્યક્તિનું મૃત્યુ થતા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. આ મામલે હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો-DOUBLE MURDER CASE: પુત્રએ માતા અને કાકાની હત્યા કરી બે દિવસ મૃતદેહ સાથે વિતાવ્યો સમય

બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

આ અંગે મળતી માહિતી અનુસાર, હળવદના જૂની જોગડ ગામમાં ગઈકાલે સાંજે ભેંસો ચરાવવા બાબતે માથાકૂટ થઈ હતી. જોતજોતામાં બંને પક્ષના લોકો સામસામે આવી જતા મારામારી થઈ હતી. આ ઘટનામાં રઘુભાઈ બચુભાઈ કોળી તથા નવઘણભાઈ શેંધાભાઈ કોળી નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જૂની જોગડ ગામમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-રાજકોટ ફરી રક્તરંજીત, યુવાને જાહેરમાં પત્ની અને તેના મામાની કરી હત્યા

ઢોર હાંકવા બાબતે બોલાચાલી થતા આધેડને મોતને ઘાટ ઉતાર્યો

પ્રથમ બનાવમાં હળવદના રામેશ્વર જોગડ ગામમાં રહેતા ભીમજી બચુભાઈ મુલાડીયા (ઉં. 40)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેના ભાઈ રાધુભાઈ (ઉં.45)વાળાને આરોપી નવઘણ સિંધાભાઈ કોળી (રહે. જૂની જોગડ) સાથે રોડ પર ઢોર હાંકવા બાબતે બોલાચાલી થતા આરોપી નવઘણભાઈએ ઉશ્કેરાઈને રાધુભાઈને લાકડાના ધોકા વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. એટલે તેમની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.


કુટુંબી ભાઈના હત્યારાને માર મારી મોતને ઘાટ ઉતારાયો

સામા પક્ષે હળવદના રામેશ્વર જોગડ ગામમાં રહેતા પ્રહલાદ સિંધાભાઈ જીજવાડિયા (ઉં.33) એ ફરિયાદ નોંધાવી હતી કે, તેના ભાઈ નવઘણે આરોપી સુનીલભાઈ રણજિત, વિશાલ રણજિત, હરેશ ભીમજી અને જયદીપ દિનેશના કુટુંબી રાધુભાઈ સાથે ઝઘડો કરી માર મારી મોત નીપજાવ્યું હોવાનું મનદુઃખ રાખી આરોપી સુનીલ, વિશાલ, હરેશ અને જયદીપે ફરિયાદી પ્રહલાદભાઈના ભાઈ નવઘણ (ઉં. 35)વાળાને લાકડાના ધોકા તથા પાઈપો વડે હાથે પગે તથા માથાના ભાગે આડેધડ ઘા મારી જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details