માળીયા: મોરબીમાં આવેલા માળીયાના લક્ષ્મીવાસ ગામ નજીક પાજમાં ન્હાવા પડેલી બે બાળકીઓના ડુબી જવાથી મૃત્યુ નીપજયા હતા. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીઃ લક્ષ્મીવાસ ગામમાં પાણીમાં ડૂબી જવાથી બે બાળકીના મોત - માળીયાના ન્યુઝ
રાજ્યમાં દિવસેને દિવસે અનેક મોતના કિસ્સા સામે આવતા હોય છે. આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે તમામ જળાશયો છલકાયા છે. લોકોને ઉનાળામાં પડતી પાણીની સમસ્યાનો તો ઉકેલ આવ્યો. પરંતુ જળાશયોમાં ડૂબવાથી અનેક લોકોના જીવ પણ ગયા છે, ત્યારે મોરબીમાં આવેલા માળીયાના લક્ષ્મીવાસ ગામ નજીક પાજમાં ન્હાવા પડેલી બે બાળકીઓના ડૂબી જવાથી મૃત્યુ નીપજયા હતા. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
MORBI NEWS
મળતી માહિતી મુજબ પાણીમાં ન્હાવા પડેલી જાગૃતિબેન બહાદુરભાઇ ઠાકોર અને જબુબેન ગોપાલભાઈ સોલંકી ડૂૂબી જતા મોતને ઘાટ ઉતર્યા હતા. બાળકીના માતા-પિતા બાજુના ખેતરમાં જ મજૂરી કામ કરતા હતા. બંને બાળકીઓ ખેતરમાં ન દેખાતા માતા-પિતાએ શોધખોળ કરી હતી.
જે બાદમાં બંને બાળકીઓ મૃત હાલતમાં મળી આવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.