મોરબીટંકારાના મીતાણા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાઈ હતી.જેમાં બે મિત્રોના મોત થયા છે અને બીજા બે સારવારમાં ટંકારાના મીતાણા નજીક ઓવરબ્રીજપાસે વહેલી સવારના સુમારે એક સ્વીફટ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ચાર માંથી બે વ્યકતીઓના મોત નીપજ્યા હતા. તો અન્ય બે ને સારવારમાટે રાજકોટ (Rajkot Highway)ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
મીતાણા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાઈ બે મિત્રોના કરુણ મોત - Mitana village
રાજકોટ હાઇવે પર મીતાણા ગામના ઓવરબ્રીજ (Mitana village overbridge )પર અકસ્માત સર્જાયો હતો.જેમાં બે લોકોના મોત થયા છે. બીજા બે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ગરબી જોઇને પરત ફરતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે.

મીતાણા ગામના ઓવરબ્રીજએ અકસ્માતરાજકોટ હાઇવે પર મીતાણા ગામના ઓવરબ્રીજ વહેલી સવારે એક સ્વીફટ કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી.જેમાં ચાર લોકો બેઠા હતા જેમાંથી જીતેન્દ્ર ચાવડા કે જેઓ મોરબીના નવી પીપળી ગામના રહેવાસી છે તેમનું ધટના સ્થળે મોત થયું હતું અને બીજા રોહિત કોળી કે જેઓ ત્રાજપર ગામના છે જેમનું સારવાર સમયે મોત થયું હતું,
ગરબી જોઇને પરત ફરતા અકસ્માત સર્જાયોસ્વીફટ કારમાં સવાર તમામ યુવાનો રાજકોટ ગરબી(rajkot navrati ) જોઇને પરત મોરબી ફરી રહ્યા હતા દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે. બે યુવાનોના મૃત્યુને પગલે પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફેલાયો છે. ધટના અંગે ટંકારા પોલીસને (Tankara Police) જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.