ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળક હત્યા કેસમાં માસા સહિતના બે આરોપીઓને સજા - Gujarati News

મોરબીઃ જિલ્લામાં બાળકનું અપહરણ અને હત્યા કેસમાં માસા સહિતના 2 આરોપીઓને સજા આપવામાં આવી હતી. જેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 31, 2019, 11:50 AM IST

મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીક રહેતા અશોક ચાવડાએ 11 વર્ષનો પુત્ર હિતેશ મોરબીના વજેપરમાંથી ગુમ થયા બાદ તેના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જો કે, બાળકના માસા હાર્દિકચાવડા અને તેનાભાઈ વિજય ચાવડાએ મળીને બાળકનું બાઈક પર અપહરણ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી. કોઇ પુરાવો મળે નહિ તે માટે મૃતદેહ પણ સળગાવી દીધો હતો.

સ્પોટ ફોટો

આ બનાવને પગલે A ડીવીઝન પોલીસે હત્યાની કલમો ઉમેરીને આરોપી માસા હાર્દિક ચાવડા અને તેના ભાઈ વિજય ચાવડા એમ બંને આરોપીને ઝડપી લીધા હતા. કોર્ટમાંથી શનિવાર સુધીના રિમાન્ડ દરમિયાન આરોપીઓની ઓળખ ઉપરાંત ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યુ હતું. આજે રિમાન્ડ પૂરા થતા બંને આરોપીને કોર્ટમાં રજુ કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. અપહરણ અને હત્યાના ગુન્હામાં વપરાયેલ બાઈક પણ પોલીસે કબજે લીધું હતું.

ABOUT THE AUTHOR

...view details