ગુજરાત

gujarat

ETV Bharat / state

મૈત્રી કરાર મામલે માથાકૂટ, પૂર્વ પતિ સહિત બે આરોપીઓની ધરપકડ

મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા યુવાને જે મહિલાની સાથે મૈત્રી કરાર કરેલા હતા તેના પતિએ યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ (Two accused arrested for firing)કર્યા હતા. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિતના બે આરોપીની ધરપકડ કરી છે.

મૈત્રી કરાર મામલે માથાકૂટ, પૂર્વ પતિ સહિત બે આરોપીઓની ધરપકડ
મૈત્રી કરાર મામલે માથાકૂટ, પૂર્વ પતિ સહિત બે આરોપીઓની ધરપકડ

By

Published : Jun 10, 2022, 8:16 PM IST

મોરબી: તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં બે આરોપીઓએ કારમાં આવી મૈત્રી કરાર મામલે યુવાન વેપારી સાથે માથાકૂટ કરી રિવોલ્વર બતાવી બે રાઉન્ડ ફાયરીંગ કર્યું(Two accused arrested for firing) હતું. જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને આરોપીઓ ફરાર થયા હતા. જે બનાવ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માથાકૂટ

આ પણ વાંચોઃસુરેન્દ્રનગરમાં જૂથ અથડામણમાં થયું ફાયરીંગ, ઇજાગ્રસ્ત લોકોને ખસેડાયા હોસ્પિટલ

બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની પોલીસ ફરિયાદ -મોરબીના બેલા (રંગપર) ગામના રહેવાસી ગૌતમ જયંતીલાલ દેલવાડીયા પોલીસ ફરિયાદ (Two accused arrested for firing)નોંધાવી છે. તેઓ પોતાના ઘરેથી કારખાને જતા હતા ત્યારે બેલા ગામની સીમમાં(Bella village firing in Morbi)આરોપીઓ નવનીત ઉર્ફે નંદો કાના પટેલ રહે મૂળ તલાવીયા શાનાલા હાલ ઉમા ટાઉનશીપ મોરબી અને યોગેશ બરાસરા રહે મૂળ નસીતપર હાલ મોરબી વાળાએ મહેન્દ્રા થાર ગાડીમાં આવીને ફરિયાદી ગૌતમને ઉભો રાખી તે અસ્મિતા સાથે મૈત્રી કરાર (Ex wife in Morbi)કરેલ હોય તેને છોડી દેજે કહીને ગૌતમને મારી નાખવાના ઈરાદે રિવોલ્વર તાકી આટલી વાર લાગે તેમ કહીને પગ પાસે રિવોલ્વર પાસે બે રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃમાફ કરે તે મહાન : ધોળા દિવસે પિતા-પુત્ર પર ફાયરીંગ, પરિવારે કર્યો ગામ પર આક્ષેપ

બે આરોપીને પોલીસે ઝડપી લઈને તપાસ આદરી -મોરબી તાલુકા પોલીસે આરોપી નવનીત ઉર્ફે નંદો કાના પટેલ રહે મૂળ તળાવીયા શનાળા હાલ ઉમા ટાઉનશીપ મોરબી અને યોગેશ બરાસરા રહે મૂળ નસીતપર હાલ મોરબી વાળા વિરુદ્ધ ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. જેમાં બન્ને આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખૂનની કોશિશ સહિતનિયા કલમો હેઠળ ગુનો નોંધાયો -આ બનાવ મામલે ડીવાયએસપીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે બેલા ગામમાં ફાયરીંગ કરી ખૂનની કોશિશ કર્યાના બનાવમાં બન્ને આરોપીને ઝડપી લેવાયા છે. જેમાં આરોપી નવનીત ઉર્ફે નંદો કાના પટેલની પત્ની 2 વર્ષથી અલગ રહે છે જે ફરિયાદી ગૌતમ દેલવાડીયા સાથે 2 મહિનાથી લીવ ઇન રીલેશનમાં રહેતી હતી, જેથી ગૌતમને બેલા ગામ બોલાવ્યા હતા. જ્યાં ઝઘડો થતા બન્ને આરોપીઓએ હથિયાર વડે પગ પાસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ બનાવમાં ફરિયાદી ગૌતમને કોઈ ઈજા પહોંચી ના હતી જોકે જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરતા ખૂનની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details