- સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઇ
- તુલસીના રોપાનું વિતરણ કરાયું અને તુલસીનું મહત્વ પણ સમજાવાયું
- છેલ્લા 5 વર્ષથી આ દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે
મોરબીઃ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના મહામારીને ધ્યાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને એક-એક જૂથમાં વહેંચી વારાફરતી કાર્યક્રમમાં સામેલ કરાયા હતા. સવારથી બપોર સુધી તુલસીનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં તુલસીના ઔષધીય ગુણો, તુલસીનું હિંદુ સંસ્કૃતિમાં મહત્વ સમજાવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને તુલસીના રોપા વિતરણ કરાયા હતા.