ગુજરાત

gujarat

ETV Bharat / state

31 ડીસેમ્બરની ઉજવણી માટે દારૂ ભરેલ ટ્રક માળિયાથી ઝડપાયો - મોરબી

મોરબી એલસીબી ટીમે માળીયા ખાતે ટ્રકમાં ચોખાની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપીને (truck full of liquor caught from maliya ) પાડીને રૂપિયા 32.13 લાખના દારૂ સાથે કુલ રૂપિયા 43,94,200નો મુદામાલ કબ્જે કરી બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

31 ડીસેમ્બરની ઉજવણી માટે દારૂ ભરેલ ટ્રક માળિયાથી ઝડપાયો
31 ડીસેમ્બરની ઉજવણી માટે દારૂ ભરેલ ટ્રક માળિયાથી ઝડપાયો

By

Published : Dec 24, 2022, 1:46 PM IST

મોરબી:ગુજરાતમાં ઠેર-ઠેર 31 ડિસેમ્બરની ઉજવણીના કાર્યક્રમ યોજાવવાના છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ તંત્ર પણ દારૂબંધીના કડક કાયદાના અમલ માટે પ્રયત્ન શીલ થયું છે. મોરબી એલસીબી ટીમે માળીયા ખાતે ટ્રકમાં ચોખાની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરી(truck full of liquor caught from maliya ) ઝડપીને ઝડપીને પાડીને રૂપિયા 32.13 લાખના દારૂ સાથે કુલ રૂપિયા 43,94,200નો મુદામાલ કબ્જે કરી બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

ચોક્કસ બાતમી:મોરબી એલ.સી.બી. પી આઈ કે જે ચૌહાણના માર્ગદર્શન હેઠળ(truck full of liquor) હેડ કોન્સ્ટેબલ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, પોલિસ કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ અને ભગીરથસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક RJ 02 GA 7202 માળીયામાં અણીયારી ટોલનાકા તરફ આવનાર છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવતા હકીકત વાળો ટ્રક પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી મૂળ રાજસ્થાનના વતની આરોપી ચુનીલાલ દુર્ગારામ પુનીયા અને દેવારામ સઓ હનુમાનરામ માયલા મળી આવ્યા હતા.

દારૂનો જથ્થો:પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી ચોખાની આડમાં ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 20,400 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે બંનેની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ વટાણા વેરી નાખ્યા હતા અને કબૂલાત આપી હતી કે ટ્રકમાં પંજાબથી ચોખાની આડમાં મુન્દ્રા તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે અને પોલીસ તપાસમાં રાજસ્થાનમાં જ રહેતા અન્ય એક આરોપી વિકાસ ઉર્ફે વિક્રમસિંગનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 32.13 લાખની કુલ 20,400 બોટલ, રૂપિયા 1,51,200ની 5600 કીલોની ચોખા ભરેલ 224 નંગ બોરીઓ, રૂપિયા 10,000ના બે મોબાઈલ, રોકડા રૂપીયા 20,000 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા 43,94,200ને કબ્જે કર્યો હતો

ABOUT THE AUTHOR

...view details