મોરબી : વાંકાનેર હાઈવે પર આેવલા નુરાની કોમ્પ્લેક્ષ નજીક એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. જે બનાવ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક ટ્રક ચાલક અન્ય ટ્રક ચાલકની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જેમાં મૃતક સંતોષ ઉર્ફે સંજય રતનલાલની હારૂન દીવાન નામનો ડ્રાઈવર હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જ્યારે મૃતક અને હત્યારો ડ્રાઈવર બંને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડવેલના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતા વાંકાનેર સીટી પીઆઈ એચ.એન.રાઠોડ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર હાઈવે પર ટ્રકચાલકે કરી અન્ય ટ્રકચાલકની હત્યા - વાંકાનેર સીટી પોલીસ
વાંકાનેર હાઈવે પર એક ટ્રક ચાલક અન્ય ટ્રકચાલકની હત્યા કરી ફરાર થયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસ ટીમ સ્થળ પર પહોંચીને આ ઘટના અંગે વધુુ તપાસ હાથ ધરી છે.
![વાંકાનેર હાઈવે પર ટ્રકચાલકે કરી અન્ય ટ્રકચાલકની હત્યા Wankaner Highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8151166-602-8151166-1595568483364.jpg)
વાંકાનેર હાઈવે પર ડ્રાઈવરની હત્યા કરી ટ્રકચાલક ફરાર
જોકે, યુવાનની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે કારણ હજુ અકબંધ છે. વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તેમજ હત્યારા ટ્રકચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.