હળવદ-ધાંગધ્રા હાઈવે પર આવેલા કયોબા ઢવાણા પાટીયા પાસે પોલીસ ચેકપોસ્ટ નજીક જ ટ્રક પલટી મારતા ચાર પોલીસકર્મીઓનો ચમત્કારીક બચાવ થયો હતો. સવારે કોઈબા ઢવાણા પાટીયા પાસે આવેલા ચેકપોસ્ટ પર ધાંગધ્રાથી હળવદ તરફ જઇ રહેલી રૂની ગાંસડી ભરેલી ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી અને નજીકમાં જ પોલીસ ચેકપોસ્ટ પર ચાર પોલીસકર્મીઓ પોતાની ફરજ બજાવતા હતા ત્યારે પોલીસ કર્મીઓનો બચાવ થયો હતો.
મોરબીમાં CMના કાર્યક્રમ પૂર્વે દુર્ઘટના ટળી, પોલીસ ચેકપોસ્ટ પાસે ટ્રક પલટી - MRB
મોરબીઃ હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર ગરુવારે ચેક પોસ્ટ નજીક એક ટ્રક પલટી મારી ગઈ હતી અને નજીકમાં ડ્યૂટી પર તેનાત પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હળવદ કાર્યક્રમ પૂર્વે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્પોટ ફોટો
ગુરૂવારે હળવદ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સભાને સંબોધન કરવા આવવાના હોવાથી હેલીપેડ પાસે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા જે પોલીસ ચેકપોસ્ટ નજીક જ અકસ્માત સર્જાયો હતો, ત્યારે બનાવની જાણ થતા હળવદ PI એમ.આર.સોલંકી,પોલીસ મથકના સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.