મોરબીઃ જિલ્લાના માળિયા અને ટંકારા તાલુકા માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. તો મગફળી રજીસ્ટ્રેશનમાં શનિવારના રોજ એક જ કોમ્યુટર હતું અને રવિવારે ત્રણ કોમ્યુટર રાખવામાં આવ્યા હોવા છતા ખેડૂતોને મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક નેટ કનેક્વીતી નથી હોતી, જેથી રજીસ્ટ્રેશન થતા નથી અને ખેડૂતોને માત્ર ટોકન આપી દેવામાં આવે છે. ખેડૂતોના નંબર લખવામાં આવતા નથી, તો ખેડૂતને ક્યા દિવસે આવવાનું છે, તે પણ જણાવવામાં આવતું નથી. જેથી ખેડૂતો દરરોજ માર્કેટિંગ યાર્ડ ખાતે ધક્કો ખાઈ રહ્યા છે.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગફળી રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને મુશ્કેલી - મોરબી
મોરબી જિલ્લા સહિત મોરબી માર્કેટિંગ યાર્ડમાં શનિવારથી શરૂ કરવામાં આવેલી મગફળી વેંચાણની ઓનલાઈન પ્રક્રિયામાં ખેડૂતોને ભારે મુશાકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં પાંચ પૈકી ત્રણ કોમ્યુટર કાર્યરત રહેતા દૂર-દૂરથી આવેલા ખેડૂતો ભારે હાડમારીનો સામનો વેઠી રહ્યા છે.
ખેડૂતો જણાવે છે કે, દરરોજ ધક્કાઓ ખાવા પડે છે, પરંતુ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. તો સરકાર દ્વારા ખેડૂતો માટે યોજનાઓ બનાવવામાં આવે છે. પણ તેનો લાભ ખેડૂતો સુધી પહોચતો નથી. જો આમ જ રજીસ્ટ્રેશન ચાલશે તો અમે ક્યારે મગફળી વેચવા આવીશું તે નક્કી નથી.
પુરવઠા વિભાગના અધિકારી જણાવ્યું કે, ખેડૂતોને માત્ર ટોકન આપી દેવામાં આવે છે. પરંતુ મોબાઈલ નંબર અમે નથી લેતા એક કે બે દિવસ પરિસ્થિતિ જોઈને બાદમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તો ત્રણ તાલુકાઓ વચ્ચે માત્ર 3 જ કોમ્યુટર ચાલે છે. તે વધારવા માટે ઉપરના અધિકારીને જાણ કરી છે.