ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ - ST employees

રાજ્યભરમાં હાહાકાર મચાવનારી કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા છે. જેમાં સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. કોરોનાના કારણે કેટલાય લોકોની મૃત્યુ થઇ તો કેટલાય લોકો સાજા પણ થયા છે. ત્યારે મોરબીમાં કોરોનામાં મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓએને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ
કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

By

Published : May 21, 2021, 6:52 AM IST

  • મોરબી એસટી ડેપો ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
  • યુનિયનના તમામ કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
  • મર્યાદિત આગેવાનોની હાજરીમાં એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

મોરબીઃ કોરોના મહામારી દરમિયાન કેટલાય ફરજ બજાવતા કર્મચારીઓની મૃત્યુ થઇ છે. ત્યારે એસટીના કર્મચારીઓની પણ કોરોનામાં મૃત્યુ થઇ હોવાથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ મોરબી એસટી ડેપો ખાતે યોજાયો હતો. જેમાં મર્યાદિત આગેવાનોની હાજરીમાં એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

આ પણ વાંચોઃપાટણ એસટી કર્મચારીઓએ કોરોનાથી મૃત્યુ પામેલા સાથી કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપી

15 વ્યક્તિની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

મોરબી એસટી ડેપો ખાતે ગુરુવારના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણેય યુનિયનના પાંચ-પાંચ મળીને 15 વ્યક્તિની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત યુનિયનના ડી.એન.ઝાલા સહિતના અગ્રણીઓ દ્વારા કોરોના મહામારીમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા એસટીના કર્મચારીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details