ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું - MRB

મોરબી: સેતુબંધ ફાઉન્ડેશના ઉપ પ્રમુખ સ્વ. મગનભાઈ સંઘાણીની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવારની ઉપસ્થિતિમાં સેતુબંધ ફાઉન્ડેશના દ્વારા સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Jul 23, 2019, 7:14 PM IST

આ કેમ્પમાં મોરબીના ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પનું ઉદ્દઘાટન મોરબી જિલ્લા કલેક્ટર આર. જે. માંકડિયા તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પરમ પૂજ્ય પુરાની સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયંતિલાલ જે. પટેલ તથા મહેસભાઈ ધોડાસરા અતિથી વશેષ તરીકે હાજર રહ્યા હતા.

આ તકે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા એ સેતુબંધ ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય કર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પ કુલ ૧૨૫૬ લોકોએ નિદાન તેમજ દવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં તરઘરી સરપંચ ભાવેશભાઈ સાવરીયા તેમજ તેમની ટીમ દ્વારા ખુબજ મહેનત અને સહયોગ આપ્યો હતો.

મોટાભેલાના છગન ભાઈ સરડવા તેમજ મોટા દહીસરના જીવાભાઈ બલસારા અને પદુભા જાડેજાએ પણ ખુબજ સારો સહયોગ આપ્યો હતો. મોરબી જિલ્લાની સ્કૂલના શિક્ષકોનો પણ ખુબ જ સારો સહયોગ મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details