ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવનાર મહિલા કર્મચારીઓની યોજાઇ તાલીમ - gujarati news

મોરબીઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ઉપર આગામી ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે. જોકે ચૂંટણીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તેથી મહિલા સર્વિસ વોટર માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન યોજવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 18, 2019, 2:02 PM IST

આ પ્રક્રિયાનું સેકન્ડ રેન્ડમાઇઝેશન થઈ જતા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્ટાફને બે તબ્બકામાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં સવારના તબક્કામાં તાલીમ પામનાર મહિલા કર્મચારીઓ માટે સવારના સમયે મતદાન યોજાયું હતું તો બીજા તબ્બકાનું બપોર બાદ યોજાશે છે.

મહિલા કર્મચારીઓની તાલીમ

મોરબીની વીસી હાઈસ્કુલ ખાતે મોરબીમાં ફરજ બજાવતા 179 મહિલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયુ છે. ચૂંટણીમાં વિવિધ સ્થળે તેમને ફરજ પર મોકલાવાના હોય તેથી તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલા સર્વિસ વોટર અગાઉ જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચુંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details