ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓ માટે યોજાઈ તાલીમ શિબિર - Training camp for women

મોરબી: મહિલાઓ સાથે સડક પર છેડતી અને રોમિયોના ત્રાસથી મહિલાઓને મુક્તિ મળે તથા મહિલાઓ પોતાનું રક્ષણ જાતે જ કરી શકે તેવા હેતુથી મોરબી સુરક્ષા સેતુ સોસાયટી તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસના સહયોગથી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

setu

By

Published : Jul 27, 2019, 2:26 PM IST

આ દરમિયાન કરાટે નિષ્ણાંત મનીષ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ મહિલાઓને જુડો અને કરાટેની તાલીમ શિબિર શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરની મહિલા કોલેજ ખાતે આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો જુડો અને કરાટેનું માર્ગદર્શન મેળવી છે. તો કરાટે નિષ્ણાંત મનીષ અગ્રાવત જણાવે છે કે, મહિલાઓ પોતાની તેમજ અન્ય મહિલાઓની સુરક્ષા કરી શકે અને આવારા તત્વો સામે લડવા માટેનો આત્મ વિશ્વાસ તેમનામાં જાગે તેવા ઉદ્દેશથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓ માટે તાલીમ શિબિર યોજાઈ

બહેનોએ પણ ઉત્સાહપૂર્વક તાલીમ મેળવીને આવરા તત્વોને પાઠ ભણાવવા માટે સક્ષમ હોવાનું જણાવાયું હતું.

ABOUT THE AUTHOR

...view details