વાંકાનેરઃ મોરબીના વાંકાનેરમાં કોરોનાના વધતા જતા કેસને પગલે કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસો.એ નિર્ણય લીધો છે કે, કરિયાણાની તમામ દુકાનો 31 જુલાઈ સુધી અડધા દિવસ માટે બંધ રાખવામાં આવશે.
વાંકાનેરમાં બપોર બાદ દુકાન ખોલી તો ભરવો પડશે દંડ
મોરબીના વાંકાનેરમાં કોરોનાના વધતા જતા કેસને પગલે કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસો.એ નિર્ણય લીધો છે કે, કરિયાણાની તમામ દુકાનો 31 જુલાઈ સુધી અડધા દિવસ માટે બંધ રાખવામાં આવશે.
Shop
કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં કરિયાણાની દુકાનો 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વેપારી બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખશે તો તેમને રૂપિયા1 હજારથી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.
આવી જ રીતે પાન મસાલાના હોલસેલરો પણ દુકાનો બંધ રાખશે અને એસો.એ કાપડના વેપારીને પણ સહયોગ આપવા અપીલ કરી છે.