મોરબી: લોકડાઉન બાદ સરકારે હવે વેપાર ધંધા માટે છૂટ આપી છે અને બજારો ધમધમવા લાગી છે. ત્યારે વેપારીઓ માસ્ક વગર જ વેપાર કરતા હોય તેમજ નાગરિકો પણ બજારમાં જતા માસ્ક ન પહેરતા હોવાથી પાલિકા ટીમે પોલીસને સાથે રાખીને દંડ ફટકારવાનું અભિયાન આદર્યું હતું અને વેપારીઓ સહિતના 134 લોકોને દંડ ફટકાર્યો હતો.
અનલોક-1માં વેપાર કરતા વેપારીઓ અને નાગરિકોએ માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવાના હોય છે તેમ છતાં માસ્ક વગર જ વેપારીઓ વેપાર કરતા હતા, જેથી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની સૂચનાથી સેનિટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા સહિતની પાલિકાની ટીમે એ ડીવીઝન સ્ટાફને સાથે રાખીને દંડ ફટકાર્યા હતા.