ગુજરાત

gujarat

ETV Bharat / state

જુદા જુદા જિલ્લાના કુલ 51 બાળકોના મૃત્યું, સંતાન વગર ઘર સુના - bridge collapse Accident Morbi

મોરબીમાં બનેલી પુલ હોનારતની ઘટનાને લઈને રાજ્ય સરકારે તારિખ 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી સાથેની ભૂપેન્દ્ર પટેલની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો (Total Child Death Morbi) હતો. રવિવાર તારીખ 30 ઑક્ટોબરના દિવસે મચ્છુ નદી પર બંધાયેલો લાકડાનો પુલ તૂટી પડલા કુલ 130થી વધારે લોકોના મૃત્યું નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો લાપતા થયા હતા.

જુદા જુદા જિલ્લાના કુલ 51 બાળકોના મૃત્યું, સંતાન વગર ઘર સુના
જુદા જુદા જિલ્લાના કુલ 51 બાળકોના મૃત્યું, સંતાન વગર ઘર સુના

By

Published : Nov 1, 2022, 11:23 AM IST

Updated : Nov 1, 2022, 12:01 PM IST

મોરબીઃરવિવારની સાંજે અને સોમવારની સાંજથી મચ્છુ નદીના (Morb Bridge collaspe) કિનારે જાણે યમરાજા રૌદ્રરૂપ લઈને ઊતર્યા હોય એવા ચિત્રો જોવા મળ્યા હતા. સૈન્ય ટુકડીથી લઈને ફાયર સુધી અને NDRFથી લઈને તબીબોની ટીમ સુધી તમામ લોકો જીવ બચે આવી પ્રાર્થના સાથે (Total Child Death Morbi) કામ કરતા હતા. માહોલ રવિવારનો હતો એટલે બ્રિજ પર મોટી સંખ્યમાં બાળકો પણ મોજ માણવા માટે આવ્યા હતા. પણ ક્યાં એવી ખબર હતી કે, આ રવિવાર એમના જીવનનો સૌથી છેલ્લો રવિવાર (Morbi Total Death of Child) બની રહેશે.

મૃતકો ક્યાંનાઃમોરબીમાં સતત બે દિવસ સુધી એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. આ ઘટનામાં મૃત્યું પામેલા સૌથી વધારે મૃતકો મોરબી જિલ્લાના છે. 100 મૃતકો મોરબીમાંથી પુલ માણવા માટે આવ્યા હતા. જ્યારે મૃતકોમાં 15 લોકો રાજકોટના, 5 વ્યક્તિઓ જામનગરના, 5 વ્યક્તિઓ કચ્છના, 4 સુરેન્દ્રનગરના, 4 અમદાવાદના અને એક વ્યક્તિ દેવભૂમિ દ્વારકાની હતી. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ ઘટનામાં કુલ 51 બાળકો મૃત્યું પામ્યા છે. જેઓ પોતાના વાલીઓ તથા સ્વજનો સાથે બ્રિજ પર આવ્યા હતા.

એક પરિવારના 4 બાળકોઃમોરબીથી નજીક આવેલા ધ્રોલના એક જ પરિવારમાંથી ચાર બાળકોના મૃત્યું થતા પરિવારમાં કાયમી ધોરણે વારસના દીવા ઓલવાયા છે. કુમળી વયના બાળકો પાછળ થતા કલ્પાંતથી સમગ્ર તાલુકામાં શોકની લાગણી જોવા મળી હતી. આ બાળકોનું નામ શિવરાજસિંહ જાડેજા (ઉ.વ.10), ભવ્યરાજસિંહ જાડેજા (ઉ.વ.7), દેવાંશીબા જાડેજા (ઉ.વ.6), દેવર્ષિબા જાડેજા (ઉ.વ.5) હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા ડાભી પરિવારમાંથી એક સાથે ચાર વ્યક્તિઓની નનામી ઊઠતા પરિવારમાં હૈયાફાટ રૂદન થયું હતું.

ત્રણ સંતાનોના મૃત્યુંઃ બ્રિજ તૂટી પડવાની ઘટનામાં એક સાથે ત્રણ સંતાનોના મૃત્યું થતા પરિવાર જ નહીં સમગ્ર વિસ્તારના લોકો હિબકે ચડ્યા હતા. રૂપેશભાઈ ડાભીના પરિવારમાંથી ત્રણ સંતાનોના મૃત્યું થયા છે. જેના નામ તુષાર ડાભી (ઉ.વ.8), શ્યામ ડાભી (ઉ.વ.5) અને માયા (ઉ.વ.2)ના મૃત્યું નીપજ્યા છે.

Last Updated : Nov 1, 2022, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details