મોરબી : કોરોના મહામારીને પગલે લોકડાઉન છે. જેમાં ખેડૂતોને ખેત પેદાશોના નિકાલ માટે સરકારે યાર્ડને છૂટછાટ આપી છે. હરાજીનું કામ ચાલુ થાય માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોએ રૂબરૂ યાર્ડ આવવાને બદલે ટોલ ફ્રી નંબર પર રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે. રજિસ્ટ્રેશન માટે 9879530240, 9825222683 અને 9879010240 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં 22 એપ્રિલથી ખેડૂતોને રજિસ્ટ્રેશન માટે ટોલ ફ્રી નંબર જાહેર - morbi lock down
મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા આગોતરા આયોજનની તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોને ઘઉં, કપાસ, એરંડા, જીરૂની ખરીદી યાર્ડના વેપારીઓ દ્વારા થાય તે માટે 22 એપ્રિલથી 3 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે.
![મોરબી માર્કેટિંગ યાર્ડમાં 22 એપ્રિલથી ખેડૂતોને રજિસ્ટ્રેશન માટે ટોલ ફ્રી નંબર જાહેર toll free numbers for farmers for registration](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6884433-482-6884433-1587473900314.jpg)
મોરબી માર્કેટિંગ યાર્ડમાં 22 એપ્રિલથી ખેડૂતોને રજિસ્ટ્રેશન માટે ટોલ ફ્રી નંબર જાહેર
ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવા દરરોજ સવારે 9થી 12 અને બપોરે 3થી સાંજે 6 સુધીનો સમય નક્કી કરાયો છે. યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી કે.એમ. વૈશ્નાણીએ જણાવ્યું છે કે, લોકડાઉનના નિયમોનું ચુસ્ત પાલન ખેડૂતોને કરવાનું રહેશે તેમજ રજિસ્ટ્રેશન સમય સિવાય રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહિ તેની ખેડૂતોએ નોંધ લેવી. આપેલા સમય દરમિયાન જ નામ નોંધાવવા ફોન કરવા જણાવ્યું છે.