અમદાવાદ :તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે (Saket Gokhale Arrested) રાત્રે ન્યુ દિલ્હીથી જયપુરની ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે જયપુર એરપોર્ટ પરથી રાત્રે 2 વાગે તેઓની ગુજરાત પોલીસે ધરપકડ (Gujarat Police arrested Saket Gokhale) કરી હતી. ત્યારે સાકેત ગોખલેએ માતાને ફોન કરીને પોલીસ અમદાવાદ લઈ જાય છે તેવી જાણ કરી હતી. હાલ તો આ મામલે આરોપીને અમદાવાદ લાવીને સાયબર ક્રાઈમે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
એક દિવસના રિમાન્ડ મંજૂર TMC નેતા સાકેત ગોખલેને અમદાવાદની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ દ્વારા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મોરબી દુર્ઘટનાને લઈ સાકેત ગોખલે એ ટ્વીટ કર્યું હતું. પી.એમ મોદી પર વિવાદિત ટ્વીટ કરતા ધરપકડ કરાવામાં આવી છે. સાયબર ક્રાઇમ દ્વારા રિમાન્ડની માગ કરવામાં આવશે. સાયબર ક્રાઈમે 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી સાકેતના 8 ડિસેમ્બરે બપોરે 12 વાગે સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
TMC ના પ્રવક્તા સાકેત બોખલે એ વિવાદિત ટ્વીટ કર્યું હતું : અમદાવાદ સાયબર ક્રાઈમે મોરબી દુધર્ટના લઈ ખોટું ટ્વિટ કરનાર TMCના પ્રવક્તાની ધરપકડ કરી છે. TMC ના પ્રવકતા સાકેત ગોખલે ગુજરાતી ન્યુઝ પેપરનું કટીંગ મૂકી ખોટી માહિતી દર્શાવી ટ્વિટ કર્યું હતું. જેના આધારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. TMC ના પ્રવક્તા સાકેત બોખલે એ વિવાદિત ટ્વીટ કર્યું હતું, જેમાં ખોટી માહિતી દર્શાવવામાં આવી હતી. TMC ના પ્રવકતા સાકેત ગખલે મૂળ મુંબઇના રહેવાસી છે.
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની થઈ ધરપકડ :ડેરેકે જણાવ્યું હતું કે, ગોખલે સોમવારે રાત્રે 9 વાગ્યે નવી દિલ્હીથી જયપુરની ફ્લાઈટમાં સવાર થયા. ગુજરાત પોલીસ રાજસ્થાન એરપોર્ટ પર તેની રાહ જોઈ રહી હતી અને જ્યારે તે ઉતર્યો ત્યારે તેની ધરપકડ કરી હતી. મંગળવારે બપોરે 2 વાગ્યે ગોખલેએ તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે, પોલીસ તેને અમદાવાદ લઈ જઈ રહી છે અને તે બપોર સુધીમાં તે શહેરમાં પહોંચી જશે. TMC નેતા ડેરેક ઓ'બ્રાયને ટ્વિટર પર લખ્યું, "પોલીસે તેને તે બે મિનિટનો ફોન કોલ કરવા દીધો અને પછી તેનો ફોન અને તેનો તમામ સામાન જપ્ત કર્યો."
સાકેતને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે :તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે (સાકેત ગોખલે) ધરપકડ કરી છે. મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે તેણે કરેલા ટ્વીટને ધ્યાનમાં રાખીને તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પાર્ટીના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે સાકેતને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે.
ભાજપ રાજકીય વેરને બીજા સ્તરે લઈ જઈ રહ્યું છે :તેમણે આક્ષેપ કર્યો હતો કે મોરબી બ્રિજ તૂટી પડવા અંગે સાકેતના ટ્વિટ અંગે અમદાવાદ સાયબર સેલમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રીતે તૃણમૂલ અને વિપક્ષને ચૂપ કરી શકાશે નહીં. ભાજપ રાજકીય વેરને બીજા સ્તરે લઈ જઈ રહ્યું છે, જ્યારે જયપુર એરપોર્ટ પોલીસના એસએચઓ દિગપાલ સિંહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કહ્યું, "તેમની પાસે આવી કોઈ માહિતી નથી."
સાકેત ગોખલે પર ફેક ન્યૂઝ ફેલાવવાનો છે આરોપ :30 ઓક્ટોબરે ગુજરાતમાં મોરબી બ્રિજ ધરાશાયી થયો હતો, જેમાં ઓછામાં ઓછા 136 લોકોના મોત થયા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે હતા. અને તેની વચ્ચે આ અકસ્માત થયો ત્યાર બાદ ભાજપ સરકારને પુલ તોડી પાડવાને લઈને જોરદાર ચર્ચામાં પડવું પડ્યું હતું. સાકેત ગોખલે પર ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. જો કે તૃણમૂલે આ આરોપને નકારી કાઢ્યો છે.