ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના રંગપર નજીક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા ત્રણ શ્રમિકો દટાયા - Morbi

મોરબીના રંગપર નજીક આવેલી ગ્રીસ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માટીના સાયલા તૂટી પડતા માટી ખાતામાં કામ કરતા શ્રમિકો, લેબ ટેકનીશિયન તેમજ ભાગીદાર સહિતના પાંચ વ્યક્તિ સાયલા નીચે દબાયા હતા.

મોરબીના રંગપર નજીક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા ત્રણ શ્રમિકો દટાયા
મોરબીના રંગપર નજીક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા ત્રણ શ્રમિકો દટાયા

By

Published : Feb 12, 2021, 1:31 PM IST

  • રંગપર નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ
  • મામલતદાર સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ
  • રેસ્ક્યુ ઓપરેશન મોડી રાત્રી સુધી ચાલુ રહ્યું

મોરબી: જેતપર રોડ પર રંગપર નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સિરામિક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા પાંચ વ્યક્તિ દટાયા હતા. જે પૈકી 2 ને બચાવી લેવાયા હતા. તેમજ ત્રણ વ્યક્તિ હજુ દટાયા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મોરબીના રંગપર નજીક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા ત્રણ શ્રમિકો દટાયા

માટીના સાયલા તૂટી પડતા પાંચ વ્યક્તિ દબાયા

મોરબીના રંગપર નજીક આવેલી ગ્રીસ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માટીના સાયલા તૂટી પડતા માટી ખાતામાં કામ કરતા શ્રમિકો, લેબ ટેકનીશિયન તેમજ ભાગીદાર સહિતના પાંચ વ્યક્તિ સાયલા નીચે દબાયા હતા. જે બનાવને પગલે મોરબી 108, મોરબી ફાયર ટીમ ઉપરાંત મામલતદાર ડી.જે.જાડેજા સ્થળ પર પહોંચ્યા હતા.

ક્રેન અને કટર સહિતના સાધનોની મદદથી મોડી સાંજ સુધી રેક્સ્યું ઓપરેશન ચાલુ રહ્યું

સાયલા તૂટી પડતા ભાગીદાર સંજય સાણંદીયા, લેબ ટેક્નીશિયન અરવિંદભાઈ ગામી તેમજ શ્રમિકો સહિત પાંચ દટાયા હોવાની માહિતી સૂત્રોમાંથી મળી હતી. જેમાંથી બે શ્રમિકોને બચાવી લેવામાં સફળતા મળી હતી. લેબ ટેક્નીશિયન સહિત ત્રણ વ્યક્તિ હજુ દટાયા હોવાથી રેક્સ્યું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો અને દટાયેલા લોકોને બહાર કાઢવા ક્રેન અને કટર સહિતના સાધનોની મદદથી મોડી સાંજ સુધી રેક્સ્યું ઓપરેશન ચાલુ રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details