મોરબી: મૂળ બિહારના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પરના ક્રિષ્નાપાર્કમાં રહેતા રાકેશ જયરામ પાંડે નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ A ડીવીઝન પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
મોરબી જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અપમૃત્યુના બનાવ સામે આવ્યા - મોરબીમાં એક જ દિવસમાં ત્રણ અપમૃત્યુના બનાવ
રાજ્યમાં એક બાજુ લોકોના કોરોનાના કારણે મોત થઇ રહ્યા, ત્યાં બીજી બાજુ લોકોના અગ્મય કારણોસર પણ મોત થઇ રહ્યા છે. મોરબીમાં એક અને વાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવ બનતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે વાંકાનેરની ગોકુલનગર સોસાયટીના રહેવાસી સૈલેન્દ્રસિંહ હિંમતસિંહ ઝાલા તે મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા હતા જેમણે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ વાંકાનેર સીટી પોલીસે આધેડના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલા સેરેન્જો સિરામિકમાં કામ કરતા રાજેન્દ્રભાઈ ગાયકવાડ નામના આદિવાસીની 5 વર્ષની દીકરી પાંચીબેન સિરામિક રહેણાંક ક્વાર્ટર બાજુમાં આવેલા પાણીના ખાડામાં ડૂબી જતા તેનું મોત થયું હતું.જે બાદ વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.