ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં IOCL ક્રૂડ ઓઈલની પાઇપ લાઇનમાં ભંગાણ કરી ચોરી કરતા 3 ઈસમો ઝડપાયા - એસઓજી ટીમ

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ નજીક પડતર જમીનમાં IOCL ક્રૂડ ઓઈલની લાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરનાર ત્રણ શખ્સોને મોરબી SOG ટીમે ઝડપી પાડી અન્ય ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા
પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા

By

Published : Jul 8, 2020, 7:38 PM IST

મોરબીઃ જિલ્લાના વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ નજીક પડતર જમીનમાં IOCL ક્રૂડ ઓઈલની લાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરનાર ત્રણ શખ્સોને મોરબી એસઓજી ટીમે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ચાર શખ્સોના નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

વાંકાનેરમાં પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા


મળતી માહિતી મુજબ, વાંકાનેરના રૂપાવટી નજીક પડતર જમીનમાં IOCLની લાઈનમાં ભંગાણ કરી સાધન દ્વારા વાલ્વ ફીટ કરી પાઈપમાં જોડાણ કરીને આરોપી મહમદ વસીમ ઉર્ફે સલમાન અહેમદ હુશેનએ તેની ટ્રક WB 19 D 8481 મંજૂરી વગર ખુલ્લી જગ્યામાં ક્રૂડ ઓઈલનો જથ્થો 26330 કિલો આશરે કીંમત રૂપિયા 5,26,600ની જે ઈવે બીલ મુજબનો ન હોય તેને ચોરી કરી ટ્રકમાં ભરી નીકળતા તેમજ આરોપી નિશાંત કરનીક અને મયુર જાદવને ક્રેટા કારની મદદ કરતા પોલીસને શંકા જતા તેને રોકી પૂછપરછ કરતા તેમને તેની લાઈનમાંથી કોઈ મંજૂરી વગર ઓઈલ ક્રૂડની ચોરી કરી છે. જેથી તેની અટક કરી પૂછપરછ કરતા તેમેણ સંદીપ ગુપ્તા રહેવાસી દિલ્હી, અક્ષય દેસાઈ રહેવાસી ચાંદખેડા અમદાવાદ, ગૌતમ સોલંકી રહેવાસી વડોદરા અને કલસીંગ રાણા રહેવાસી એમપી વાળાના કેહવાથી આ કુર્ત્ય કર્યું છે. જેથી પોલીસ અન્ય ચાર આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ટ્રક, કાર અને ઓઈલના જથ્થા સહિત રૂપિયા 17.41 લાખનો મુદામાલ કબજે કર્યો છે, તો આ ચોરી કેટલા સમયથી કરતા અને બીજી કોઈ જગ્યાએ આવી ચોરી કરતા કે, નહી તેમેજ બીજું કોણ કોણ આ રેકેટમાં સંડોવાયેલું છે તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details