ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના વેગડવાવ ગામે યુવાનને જીવતો સળગાવી દેવાનાં મામલે ત્રણ આરોપી ઝડપાયા - Crime news in halvad

મોરબી જિલ્લામાં આવેલા હળવદના વેગડવાવ ગામમાં યુવાનને જીવતો સળગાવી દેવાનાં મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના વેગડવાવ ગામના યુવાનને જીવતો સળગાવી દેવાનાં મામલે ત્રણ આરોપી ઝડપાયા
હળવદના વેગડવાવ ગામના યુવાનને જીવતો સળગાવી દેવાનાં મામલે ત્રણ આરોપી ઝડપાયા

By

Published : Aug 17, 2020, 4:50 PM IST

મોરબી: જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં 14 ઓગસ્ટના રોજ રાત્રી દરમિયાન પ્રેમ પ્રકરણના મનદુઃખને લઈ યુવાનને જીવતો સળગાવી દેવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવને લઇ મૃતકના પિતાએ ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.

હળવદ તાલુકાના વેગડવાવગામે હનુમાનજી મંદિરની ઓરડીમાં સૂતેલા વિક્રમ હરેશભાઈ પીપળીયા નામના યુવાન પર જ્વલનશીલ પ્રવાહી રેડી યુવાનને જીવતો સળગાવી દેવાનો બનાવ બે દિવસ પહેલા પ્રકાશમાં આવ્યો હતો. ગંભીર હાલતમાં દાજી ગયેલા યુવાનને રાજકોટ સ્થિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ બાદ મૃતકના પિતાએ હળવદ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details