કોરોના લોકડાઉન: મોરબીમાં કિન્નરો સેવા માટે આગળ આવ્યા, રાશન કીટનું કર્યું વિતરણ - કિન્નરો
કોરોના વાઇરસની મહામારીને પગલે દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે દેશમાં સેવાકીય પ્રવૃતિઓ પણ વધી રહી છે. જેમાં કિન્નરો પણ હવે સેવાકાર્યો માટે આગળ આવ્યા છે. બુધવારના રોજ મોરબીમાં કિન્નરો દ્વારા 150 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના લોકડાઉન : મોરબીમાં કિન્નરો સેવા માટે આગળ આવ્યા, રાશન કીટનું કર્યું વિતરણ
મોરબીઃ શહેરના નાની બજાર નજીક આવેલ મઠના કિન્નરો દ્વારા બુધવારના રોજ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં હીરા દે, દિવાળી દે, રેખા દે, પદમાં દે, ખુશ્બુ દે, હીરા દે, પ્રિયા દે વૈશાલી દે અને કોમલ દે સહિતના કિન્નરો દ્વારા શહેરના પછાત અને ઝૂપડપટ્ટી વિસ્તારમાં 150 જેટલી રાશન કીટનું વિતરણ કરાયું હતું અને આ મુશ્કેલીના સમયમાં કિન્નરો પણ સમાજ સેવામાં પાછળ નહિ રહે તેમ જણાવ્યું હતું.