ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારામાં મોબાઈલ સહિતની દુકાનમાંથી રૂપિયા 1.95 લાખની ચોરી થાયની ફરિયાદ - Theft incident in Morbi

ટંકારામાં મોબાઈલ સહિતની 17 જેટલી દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ ચોરી કરી હતી. દુકાનમાંથી 1.95 લાખની ચોરી થાયાની ફરિયાદ નોંધાઇ હતી.

ટંકારામાં મોબાઈલ સહિતની દુકાનમાંથી 1.95 લાખની ચોરી, નોંધાય ફરિયાદ
ટંકારામાં મોબાઈલ સહિતની દુકાનમાંથી 1.95 લાખની ચોરી, નોંધાય ફરિયાદ

By

Published : Aug 21, 2020, 4:33 PM IST

મોરબી: ટંકારાના લતીપર ચોકડી પાસે આવેલી દુકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. 17 જેટલી દુકાનોને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી હતી, ત્યારે પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી.

ટંકારાના જબલપુરના રહેવાસી જયદીપ ભુદરભાઈ ભાલોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, અજાણ્યા ઇસમોએ લતીપર રોડ પર આવેલી દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. જેમાં ફરિયાદી તેમજ અન્યની દુકાનોના શટર ઉચકાવી દુકાનોમાં પ્રવેશ કરીને ફરિયાદી જયદીપ ભાલોડીયાની દુકાનમાંથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને લેપટોપ સહીત કુલ રૂપિયા 1,16,547 ના મુદામાલની તેમજ હર્ષદભાઈની બાપા સીતારામ મોબાઈલ દુકાનમાંથી રોકડા રૂપિયા અને વિવિધ કંપનીના મોબાઈલ મળીને રૂપિયા 78,629 નો મુદામાલ સહીત કુલ રૂપિયા 1,95,176 ની મત્તાની ચોરી થઇ હતી.

તે ઉપરાંત અન્ય દુકાનોમાં નાની મોટી ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.

ABOUT THE AUTHOR

...view details