મોરબીઃ માળિયા તાલુકાના વાધરવા ગામમાં ગત રાત્રીના તસ્કર ટોળકી (Theft incident in Morbi)ત્રાટકી હતી. જેને ગામના ત્રણ ઘરને નિશાન બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂપિયા 3.70 લાખની કિમતનો મુદામાલ ચોરી કરી ગયા છે. જે બનાવ મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. માળિયાના વાધરવા ગામની દરિયાલાલ શેરીમાં રહેતા મનહર ભારમલ બોરીચાએ( Theft of gold and silver)પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃલ્યો બોલો, લીંબુ પછી આ વસ્તુની થઈ રહી છે ચોરી...
સોના ચાંદી રોકડ રહીતની ચોરી -ગત રાત્રીના દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને ઓરડાના લોખંડ કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરી કરી ગયા હતા. જેમાં તસ્કરો ઘરના કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 2,34,000 રકમ ચોરી કરી ગયા હતા. તેમજ ચાંદીનો કંદોરો, સાંકળા, તેમજ સોનાની નાની કડી, ચોરી કરી ગયા હતા તેમજ બાજુમાં રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહ જાડેજા અને તેના ભાઈ નીતીરાજસિંહ બળવંતસિંહ જાડેજાના મકાનમાં પણ ચોરી થયાનું જાણવા મળ્યું હતું.
બે ભાઈઓના ઘરમાં ચોરી -જેમાં દિગ્વિજયસિંહના મકાનમાં કબાટમાં લોકર તોડી તસ્કરો સોનાનો ચેન, સોનાની બુટી, સોનાનો ટીકો, સોનાની વીંટી સહીત પાંચ ટોળા સોનું કીમત રૂપિયા 75,000 અને ચાંદીના સાંકળા, ચાંદીનો જુદો ચોરી ગયા હતા અને તેના ભાઈ નીતીરાજસિંહના મકાનમાં કબાટમાંથી સોનાનો હારનો સેટ, સોનાનો ઓમ મળીને 3 તોલા સોનું કીમત રૂપિયા 45000ની ચોરી કરી ગયા હતા. આમ અજાણ્યા તસ્કરોએ ફરિયાદીના મકાનને નિશાન બનાવી 2,34,000 રોકડા, સોનાના દાગીના 9000 અને ચાંદીના દાગીના કિંમત રૂપિયા 5000 મળીને કુલ રૂપિયા 2.48 લાખ તેમજ દિગ્વિજયસિંહ અને નીતિરાજસિંહના મકાનમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા 1.20 લાખ અને ચાંદીના દાગીના કિમત રૂપિયા 2000 મળીને કુલ રૂપિયા 3,70,000 ની મત્તા ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આ પણ વાંચોઃSurat theft case: સુરતના લીંબાયતમાં ચોરી કરનાર આરોપી કાકાનો દીકરો જ નીકળ્યો
ખેતીની ઉપજના રૂપિયા ચોરી -આ મામલે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી મનહરભાઈએ જણાવ્યું છે કે રાત્રીના જમીને તેઓ ટીવી જોઇને પોતાના ઓરડામાં સુઈ ગયા હતા અને સવારે પાંચ વાગ્યે માતાએ જગાડીને ઘરમાં ચોરી થયાનું જણાવ્યું હતું જેમાં તસ્કરોએ ફરિયાદીના ઘરમાંથી ખેતીની ઉપજના અને ટ્રક ભાડાના આવેલ રોકડ રકમ રૂપિયા 2.34 લાખ ચોરી ગયા હતા.