મોરબીઃ કોરોના મહામારી વચ્ચે હરિયાણાથી એક યુવાન મોરબી પહોચ્યો હતો. જેની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને થતાં જાહેરનામાં ભંગ અને ડીઝાસ્ટર એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પીએસઆઈ આર સી રામાનુજે ફરિયાદ નોધાવી છે કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા ગુજરાત સરકાર અને ભારત સરકારે લૉકડાઉન જાહેર કરેલું છે તેમ જ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બિનજરૂરી હેરફેર રોકવા જાહેરનામું અમલી છે.
કોરોના લૉકડાઉન વચ્ચે હરિયાણાથી યુવાન મોરબી પહોંચી ગયો, ગુનો નોંધાયો
કોરોના મહામારીના લૉક ડાઉન 4.0 ના પોલિસ બંદોબસ્ત વચ્ચે પણ એક યુવાન છેક હરિયાણાથી મોરબી પહોંચી ગયો હતો. મોરબી પોલિસને જાણ થતાં જાહેરનામા ભંગ અને ડીઝાસ્ટર એક્ટ મુજબ ગુનો નોધ્યો છે.
કોરોના લૉકડાઉન વચ્ચે હરિયાણાથી યુવાન મોરબી પહોંચી ગયો, ગુનો નોંધાયો
આ સંજોગોમાં આરોપી દીપક હરિઓમ બ્રાહ્મણ (ઉ.વ.૨૬) રહે હરિયાણા હાલ રહેવાસી મોરબી-૨ સર્કીટ હાઉસ પાસે ગોવુભા સામંતસિંહ વાઘેલાના મકાનમાં આવી પહોંચ્યો હતો. આરોપીએ હરિયાણાથી મોરબી આવી જાહેરનામા ભંગ કરી તેમ જ કોરોના વાયરસ સંક્રમણ વધે તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. બી ડિવિઝન પોલીસે જાહેરનામાં ભંગ તેમ જ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.