મોરબી: વર્તમાન સમયમાં કોવિડ-19 મહામારી વિશ્વ, ભારત અને ગુજરાતમાં ઝડપભેર પ્રસરી રહી છે. જેનું સંક્રમણ અટકાવવા માટે ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે.
હાલમાં આ કપરા સમયમાં મોરબી જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ તેમજ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી – મોરબીનાં ડી.ડી. જાડેજા માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી એન.એમ. તરખાલા, D.L.M. હિમાંશુભાઈ દલસાણીયા, N.R.L.M. યોજના (મિશન મંગલમ) અંતગર્ત બનેલા સ્વસહાય જૂથનાં બહેનો (સખી મંડળો) દ્વારા રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે 1000 (એક હજાર)થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.
આ રાખડીઓ બનાવવા માટે...
- રાધે શ્યામ સખી મંડળ, હડમતીયા
- શક્તિ સખી મંડળ, હડમતીયા
- પારુલ મોમાઇ સખી મંડળ, લજાઈ
- મારૂતી સખી મંડળ, હરીપર
- સરસ્વતી સખી મંડળ, હરીપર
કુલ-5 સ્વસહાય જૂથોએ આ કપરી પરિસ્થિતીમાં પોતાની નૈતિક ફરજ સમજીને 1000થી વધુ રાખડીઓ તૈયાર કરી છે.
આ 1000 રાખડીઓ પૈકી 200 જેટલી રાખડીઓ જૂદા-જૂદા સખીમંડળો દ્વરા વિના મૂલ્યે બનાવેલી છે. જે 200 રાખડીઓ ટંકારા તાલુકાનાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તાલુકા હેલ્થ ઓફીસર, મેડીકલ ઓફીસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, આશા બહેનો વગેરે તથા જિલ્લા સંકલન સમિતિના તમામ સભ્યો કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, નિવાસી અધિક કલેક્ટર તથા જુદાં-જુદાં અધિકારીઓએ આ કોરોનાના સમયમાં કરેલી કામગીરીમાં તેમનાં આરોગ્યની રક્ષા માટે આ બહેનોએ એક બહેન તરીકે તમામને ભાઈ/બહેન માનીને એક મનોબળ પૂરું પાડવા માટે આ રાખડીઓ મોકલી છે.
આ કામગીરીમાં ટંકારા તાલુકા પંચાયત – કચેરીનાં તાલુકા વિકાસ અધિકારી એન.એમ. તરખાલા તથા T.L.M. જી. એમ. પંડ્યા, મેહુલ ફેફર, બોક્ષાભાઈ, બેન્ક સખીઓ તથા સમગ્ર ટીમનાં સહયોગથી આ કામગીરી કરવામાં આવી છે.