મોરબીમાં મહિલાની હત્યા, મૃતદેહ સળગાવેલી હાલતમાં મળ્યો - gujarat
મોરબી: શહેરના સર્કિટ હાઉસ નજીક મકાનમાં મહિલાની હત્યા કરી સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે અસગ-અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના સર્કિટ હાઉસ પાછળ નવા બનેલા મકાનમાં એક અજાણી મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ મૃતક મહિલા કોણ છે અને કેવી રીતે તેની હત્યા કરવામાં આવી તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પોલીસે શોધ કરતા મહિલા કેપાબેન ભૂંસીયા મૂળ યુપીની છેલ્લા આઠ દિવસથી પોતાની માતા ત્યાં આવી હતી. રવિ દલવાડી નામના કડિયા સાથે તે કામ માટે ગઈ હતી. નવા બનેલા મકાન પાસે રવિ દલવાડીએ મહિલા સાથે દુષ્કર્મ કરી અને તેની હત્યા કરી તેની ઓળખ ન થાય તેના માટે તેને સળગાવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.