- નવ માસ પહેલાની ચોરીનો ભેદ ઉકેલાયો
- કબાટની ચાવી બનાવવાના બહાને કરી હતી ચોરી
- ચોરી કરવા સમયે સરદારનો વેશ ધારણ કર્યો હતો
મોરબી LCBએ 9 મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલી આરોપીની કરી ધરપકડ - સરદારજી
મોરબી LCBને મોટી સફળતા મળી છે. પોલીસે મોરબીના વાવડી રોડ પર 9 માસ પૂર્વે કબાટની ચાવી બનાવવાના બહાને 2.70 લાખના દાગીના ચોરનાપા ચોરની ધરપકડ કરી છે. ત્યારબાદ LCBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી LCBએ 9 મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલી આરોપીની કરી ધરપકડ
મોરબાઃ વાવડી રોડ પર રહેતા ગીતાબેન મનસુખભાઈના ઘરે 2 સરદારજીના વેશમાં ચોરે કબાટની ચાવી બનાવવાના બહાને ચોરી કરી હતી. ચોર નજર ચૂકવી કબાટની તિજોરીમાં રાખેલું સોનાનું મંગલસૂત્ર, સોનાના પાટલા, સોનાનો પેન્ડલ સેટ સહિત કુલ રૂપિયા 2.70 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ જિલ્લાના SPની સૂચનાથી PIની ટીમે ચોરને પકડવા તપાસ શરૂ કરી હતી. આ તપાસ અંતર્ગત પોલીસની ટીમને સુરત પણ મોકલવામાં આવી હતી. જેમાં આરોપી પ્રધાનસિંગ ઉર્ફે પઠાણસિંગ બખ્તાવરસિંગ ખીચીની ધરપકડ કરવામાં આવી છે.