મોરબી: ટંકારાથી વાંકાનેર જતા કોટડા નાયાણીના વાડી વિસ્તારમાં 4 કિલોમીટર ચાલીને ટંકારા 108ની ટીમે ગર્ભવતી મહિલાને ડિલીવરી કરાવી હતી. બાળક અને માતા બંને સ્વસ્થ હોવાનું 108 ટીમ પાસેથી જાણવા મળ્યું છે.
ટંકારા 108 ટીમે વાડી વિસ્તારમાં પગપાળા પહોંચીને મહિલાની ડિલીવરી કરાવી - પાઈલોટ કેતનસિંહ
ટંકારાથી વાંકાનેર જતા વાડી વિસ્તારમાં 4 કિલોમીટર ચાલીને ટંકારા 108ની ટીમે ગર્ભવતી મહિલાને ડિલીવરી કરાવી હતી. બાળક અને માતા બંને સ્વસ્થ હોવાનું 108 ટીમ પાસેથી જાણવા મળ્યું છે.
મિતાણા-વાંકાનેર રોડ નજીકના કોટડા નાયાણી સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ગર્ભવતી મહિલાને પ્રસૃતિ પીડા ઉપડી હતી. આ અંગે ટંકારા 108 ટીમને જાણ થતાં પાઈલોટ કેતનસિંહ અને ડો. રૂબિયાબેન ટંકારાથી તાત્કાલિક જવા નીકળ્યા હતાં.
જો કે, વાડી વિસ્તારના વરસાદી કાદવ હોવાથી 108ના પૈડા થંભી ગયા હતા, પરંતુ મહિલાની પીડાને ધ્યાને લઈને ટંકારા 108 ટીમે 4 કિલોમીટર સુધી પગપાળા કીચડ વાળા રસ્તાને પાર કરી સ્થળ પર પહોંચ્યા હતા અને મહિલાને ડિલીવરી કરાવી હતી. હાલ માતા અને બાળકની તબિયત સારી હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.