ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી પરશુરામધામ ખાતે વિધાનસભાના અધ્યક્ષે કોમ્યુનીટી હોલનું કર્યું લોકાર્પણ - inaugurated the Community Hall

મોરબીના પરશુરામ ધામ ખાતે તૈયાર કરેલા કોમ્યુનીટી હોલનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે લોકાપર્ણ (inaugurated the Community Hall ) કરવામા આવ્યું હતું. જેમાં રાજ્યસભા સાંસદ બ્રહ્મરત્ન રામ મોકરીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat News
Gujarat News

By

Published : Aug 20, 2021, 4:51 PM IST

  • પરશુરામધામ ખાતે વિધાનસભાના અધ્યક્ષે કોમ્યુનીટી હોલનું કર્યું લોકાર્પણ
  • બ્રહ્મ સમાજ તમામ સમાજનું આવરણ
  • અન્ય સમાંજે પણ બ્રહ્મસમાજની ચિંતા કરવી જોઈએ

મોરબી: જિલ્લાના પરશુરામ ધામ ખાતે તૈયાર કરેલા કોમ્યુનીટી હોલનું લોકાપર્ણ (inaugurated the Community Hall) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામા આવ્યું હતું. જે પ્રસંગે રાજ્યસભા સાંસદ બ્રહ્મરત્ન રામ મોકરીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી પરશુરામધામ ખાતે વિધાનસભાના અધ્યક્ષે કોમ્યુનીટી હોલનું કર્યું લોકાર્પણ

પરશુરામધામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

મોરબી પધારેલા વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, મને મોરબી આવવાનું અહોભાગ્ય મળ્યું છે. ભગવાન પરશુરામ ધામ ખાતે કોમ્યુનીટી હોલના લોકાપર્ણ (inaugurated the Community Hall ) પ્રસંગે આવવાનો અવસર મળ્યો હતો. બ્રહ્મસમાજ તમામ સમાજનું આવરણ છે, તમામ સમાજની વાચા છે. જે કોઈની ઈર્ષા કરતુ નથી અને અન્ય સમાજની ચિંતા કરે છે. અન્ય સમાજે પણ બ્રહ્મસમાજની ચિંતા કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. તો મોરબી ખાતેના સમારોહમાં ધારાસભ્ય બ્રીજેશ મેરજા, વસુબેન ત્રિવેદી, પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા તેમજ પરશુરામધામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details