મોરબીઃ શહેરમાં છેલ્લા 17 વર્ષથી ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરીને છેતરપિંડી કરતા ઢોંગી ભૂવાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે. આ ઘટનાની જાણકારી અરવિંદભાઈના વ્યક્તિએ વિજ્ઞાનજાથાના કાર્યાલયમાં આપી હતી, ત્યારબાદ વિજ્ઞાનજાથાની ટીમે પોલીસ સાથે ભૂવાના સ્થાને પહોંચી તેની અટકાયત કરી હતી.
મોરબીના અરવિંદભાઈ અને ભરત પરમારે વિજ્ઞાન જાથા કાર્યાલયમાં જણાવ્યું હતું કે, મોરબીના વજેપર વિસ્તારમાં ભૂવો બાબુ રાજા કણઝારીયા લોકોના દુઃખ દર્દ, રોગ મટાડવા અને સગાઇ લગ્ન જેવા કાર્યો કરવાનું પોતાના ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરી ધતિંગ કરે છે. તેમજ વિવિધ પૂજા કરવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે.