ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી માળીયા હાઈવેથી ગાળા ગામ સુધી જવાનો રોડ 8 દિવસમાં તૂટ્યો - મોરબી લોકલ ન્યૂઝ

મોરબીના ગાળા ગામને હાઈવેથી ગામ સાથે જોડતો સાડા સાત કિલોમીટરનો રોડ હજુ તો હમણાં જ બનીને તૈયાર થયો હોય અને 20 દિવસ પૂર્વે લોકાપર્ણ કર્યા બાદ રોડ ચાલુ કરવામાં આવ્યો છે. જોકે રોડમાં અનેક સ્થળે ગાબડાઓ જોવા મળે છે અને 7.6 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોડ બિસ્માર બની ગયો છે અને ભ્રષ્ટાચારના ગાબડાઓ પડી ગયા છે. જેથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેને પણ અગાઉ કોંગ્રેસ બોડી હોવાથી તેના રાજમાં મંજુર થયેલા કામમાં ભ્રષ્ટાચાર થયાનું કબુલ્યું હતું.

Morbi news
Morbi news

By

Published : Jul 23, 2021, 7:41 PM IST

  • મોરબીમાં 20 દિવસ પૂર્વે લોકાપર્ણ કરાયેલો રોડ તૂટ્યો
  • 7.6 કરોડના ખર્ચે બનેલો રોડ હાથેથી ઉખડી રહ્યો છે
  • 4-5 ગામને આ રોડ જોડે છે

મોરબી: જિલ્લાના નેશનલ હાઈવે (National Highway) થી ગાળા શાપર ગામને જોડતો રોડ સાડા સાત કિલોમીટર લંબાઈનો છે. જે ગત વર્ષે બનવાનું શરુ કર્યું હતું અને 20 દિવસ પૂર્વે જ રોડનું લોકાપર્ણ કરાયું હતું. માત્ર સાત દિવસથી વાહનો પસાર થવાનું શરુ થયું હતુ ત્યાં રોડમાં આઠ-દસ ઠેકાણે ગાબડા પડી ગયા છે અને 7.6 કરોડના ખર્ચે બનેલો રોડ લોકાપર્ણ કર્યાના માત્ર 20 દિવસમાં બિસ્માર બની ગયો છે. જે રોડમાં ડામર હાથેથી જ ઉખડી રહ્યો હોવાનું માજી સરપંચ જણાવી રહ્યા છે. તો ગ્રામજનો જણાવે છે કે, 4-5 ગામોને જોડતા રોડની કેપેસીટી 20 ટનની છે. અહીંથી 60 ટનના વાહનો પસાર થતા હોવાથી રોડ તૂટી ગયો છે. જેથી ગાળા-શાપર સહિતના પાંચ ગામના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું બાંધકામ સમિતિના ચેરમેને સ્વીકાર્યું

રોડના નબળા કામ અંગે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા જણાવે છે કે, નાયબ મુખ્ય પ્રધાન દ્વારા 10 કરોડના ખર્ચે રોડ મંજુર કરાયો હતો. જે રોડમાં ટેન્ડર મુજબ કામ થયું નથી. રોડનું કામ 9.60 કરોડના ખર્ચે મંજુર થયું હતું. જે રોડ 7.6 કરોડમાં તૈયાર કરાયો છે. રોડ જિલ્લા પંચાયત હસ્તક આવે છે. અગાઉ કોંગ્રેસનું શાસન હતું જેના રાજમાં રોડ મંજુર થયો હતો અને ટેન્ડર સહિતની પ્રક્રિયા થઇ હતી. જે કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું માલૂમ પડે છે તો રોડ અંગે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે અને અધિકારીઓએ સ્થળની મુલાકાત લેવા પણ જણાવ્યું હતું.

મોરબી માળીયા હાઈવેથી ગાળા ગામ સુધી જવાનો રોડ 8 દિવસમાં તૂટ્યો
ચોમાસા પહેલા રોડની આ સ્થિતિ તો ચોમાસામાં રોડની હાલત શું થશે તે એક સવાલ ? કચ્છના અંજારની ધરતી કન્સ્ટ્રકશન (dharti construction company) નામની કંપનીએ બનાવેલા રોડમાં ગાબડાઓ પડી ગયા છે. હજુ તો ચોમાસું જામ્યું નથી ત્યાં આવી સ્થિતિ છે ત્યારે ચોમાસામાં રોડની હાલત શું થશે તેની કલ્પના પણ ગ્રામજનોને ડરાવી રહી છે તો ભ્રષ્ટાચારની પણ શંકા હોવાથી કડક કાર્યવાહી કરવા ગ્રામજનો માગ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details