ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવ્યાંગોને સહાનુભૂતિ નહીં સ્વીકૃતિ આપો, મોરબીમાં રેલી યોજાઈ - Mangalamurti School

દિવ્યાંગ બાળકોને સહાનુભૂતિ નહીં પરંતુ સ્વીકૃતિ મળે તેવા હેતુથી વિશિષ્ટ શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને આગામી પ્રજાસત્તાક પર્વના રોજ બાળકો પોતાની પ્રતિભા ઉજાગર કરશે. જેમાં નગરજનોને પ્રોત્સાહન આપવા આમંત્રણ પાઠવ્યું હતું.

morbi
મોરબીમાં દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ સ્વીકૃતિ મળે તેવા હેતુથી રેલી યોજાઈ

By

Published : Jan 23, 2020, 1:59 PM IST

મોરબીઃ જિલ્લાના GIDC નજીક વર્ષ 2004થીમાં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા કાર્યરત છે. જે શાળામાં સેલીબલ પાલસી, મેન્ટલી ચેલેન્જ તેમજ હેન્ડીકેપ બાળકોને ખાસ તાલીમ આપીને શિક્ષણ તેમજ અન્ય પ્રવૃતિઓ દ્વારા બાળકોના વિકાસ માટેના પ્રયાસો કરાય છે અને છેલ્લા 10વર્ષથી બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને પોતાની પ્રતિભા ઉજાગર કરે છે, ત્યારે આગામી 26 જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે મંગલમૂર્તિ શાળા ખાતે બાળકો અદ્ભુત કૃતિઓ રજૂ કરશે. રંગારંગ કાર્યક્રમ યોજાનાર છે.

મોરબીમાં દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ સ્વીકૃતિ મળે તેવા હેતુથી રેલી યોજાઈ
દિવ્યાંગ બાળકોને સહાનુભુતિ નહિ પરંતુ સ્વીકૃતિ જોઈએ છે અને તેમને દયા નહીં, પરંતુ યોગ્ય વાતાવરણની જરૂરત છે તેવો સંદેશ આપ્યો હતો. તેમજ પ્રજાસત્તાક પર્વ નિમિતે બાળકો જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર છે. તેને નિહાળવા આવે અને પ્રોત્સાહિત કરે તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details