ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં મંદિરમાંથી દાગીના ચોરી કરનારને પોલીસે ઝડપી પાડ્યો - મોરબીમાં ચોરીના બનાવો

મોરબીમાં માતાજીના મંદિરમાંથી (Theft at Morbi Temple) દાગીના ચોરી કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. માતાજીની મુર્તી ઉપર ચડાવવામા આવેલ સોનાના ત્રણ છતર રૂપિયા 132000 તથા ચાંદીના નાના મોટા 8 છતર રૂપિયા 8000 મળી કુલ રૂપિયા 140000 ના મુદામાલની ચોરી ગયો હતો. પોલીસે (Morbi A Division Police) ઝડપી પાડ્યો.

મોરબીમાં મંદિરમાંથી દાગીના ચોરી કરનારને પોલીસે ઝડપી પાડ્યો
મોરબીમાં મંદિરમાંથી દાગીના ચોરી કરનારને પોલીસે ઝડપી પાડ્યો

By

Published : Jan 2, 2023, 2:28 PM IST

મોરબીજીલ્લામાં ચોરીના બનાવો સતત (Theft at Morbi Temple) વધી રહ્યા છે. ત્યારે મોરબીના (Theft incidents in Morbi) મહેન્દ્રપરા શેરીનં 2માં આવલે મહાકાળી માતાના મંદીરમા માતાજીની મુર્તીમાંથી દાગીના અને છત્તર સહિત રૂપિયા 1.4 લાખની ચોરીકર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં (Morbi A Division Police) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સવારે આરતી માટે ગયાપુજારી મંદિરમાં (Theft at Morbi Temple) સવારે આરતી માટે ગયા હતા. ત્યારે ચોરીની જાણ થઇ હતી. સોના ચાંદીના ધરેણા એક ઇસમ ચોરી ગયો હતો. મોરબીના સરદારબાગ પાછળ શિવમ હાઈટ્સમાં રહેતા દિનેશ મોતીલાલ ભોજાણીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં(Morbi A Division Police) ફરિયાદ નોધાવી છે કે તેઓ સસ્તા અનાજની દુકાન ચલાવે છે. અને દુકાને જતાં પહેલા અને દુકાન બંધ કર્યા બાદ મહાકાળી માતાના મંદીરે દર્શન કરવા જવાનો તેમનો નિત્યક્ર્મ છે.

આ પણ વાંચો કરિયાણાની દુકાનમાં રાતે ઘૂસી કરી ચોરી, બહાર નીકળતા જ બીજા ચોર લૂંટી ગયા

મંદિરે દર્શન કરવા ગયાગત તારીખ તારીખ 27 ડિસેમ્બરના તેઓ રાતના દસ વાગ્યાના સમયે મંદીરે દર્શન કરવા ગયા હતા. ત્યારે માતાજીના મંદીરે (Theft at Morbi Temple) સોનાના છતર તેમજ ચાંદીના છતર હતા. ત્યારબાદ મંદીરના પુજારી દિપકએ મંદીરના દરવાજે તાળુ મારેલ હતુ. બીજે દિવસે તારીખ 28 ના રોજ દિનેશ સવારના આઠ વાગ્યે ઘરેથી નિકળીને મહાકાળી માતાના માંદિરે આવતા મંદીરના પુજારી દીપક રાત્રીના મંદીરના દરવાજે તાળુ મારીને ઘરે ગયેલ હતો. અને સવારે આરતી કરવા મંદીરે આવતા મંદીરના દરવાજાનુ તાળુ તુટેલ હતું.

સોનાના ત્રણ છતર માતાજી ઉપર ચડાવવામા આવેલ સોનાના ત્રણ છતર જેમા એક (Theft incidents in Morbi) છતર એક તોલાનુ હતું. તથા ચાંદીના નાના મોટા છતર આઠ તે જોવામા આવ્યા ના હોવાનું પુજારીએ દિનેશ ભોજાણીને જણાવતા મંદિરમાં તપાસ કરતાં તસ્કરોએ માતાજીના મંદીરના દરવાજા તાળા તોડી મંદીરમા માતાજીની મુર્તી ઉપર ચડાવવામા આવેલ સોનાના ત્રણ છતર રૂપિયા 132000 તથા ચાંદીના નાના મોટા 8 છતર રૂપિયા 8000 મળી કુલ રૂપિયા 140000 ના મુદામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી દિનેશ પુજાભાઈ ટુંડીયાને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details