મોરબી : મોરબીમાં દિવસેને દિવસે યુવાનો નશીલા પદાર્થ (Drugs case in Morbi) તરફ ધકેલાઈ રહ્યા છે. અવાર નવાર દારૂ, ડ્રગ્સ સાથે યુવાનો પોલીસના હાથ ઝડપાઈ જાય છે, ત્યારે ફરી એકવાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. SOG ટીમેને બાતમી મળતા આરોપીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આરોપીને પોલીસે ઝડપ્યા બાદ કોરોના રિપોર્ટમાં પોઝિટિવ હોવાથી 7 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયો છે.
આ પણ વાંચો :Drugs case in Vadodara: રાજ્યમાં ફરી ઝડપાયું ડ્રગ્સ
મેફેડ્રોન ડ્રગ્સ કર્યું જપ્ત - મોરબીમાં યુવાધનને નશાની લતથી બચાવવા SOG ટીમ કાર્યરત છે, ત્યારે ખાનગી રાહે બાતમી SOG ટીમને મળતા વોચમાં ગોઠવાઈ ગઈ હતી. શંકાસ્પદ વ્યક્તિ બાઈક પર પસાર થતાં તેને રોકી ચેક કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 6.880 ગ્રામ સાથે મોબાઈલ (Morbi SOG Drugs Seized) અને બાઈક સહીત કુલ 1.53લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બાદમાં SOGએ તેના અંદાજમાં પુછપરછ કરતા આરોપીને કરતા (Mephedrone Drugs in Morbi) ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો.
આ પણ વાંચો :Surat Cocaine Case : ડ્રગ્સ પેડલરને પકડવા ક્રાઈમ બ્રાન્ચે જીવ મૂકયો જોખમમાં
અન્ય આરોપીનું ખુલ્યુ નામ - આરોપીનું નામ મીર ઈબ્રાહીમ અલવસીયા છે. SOGએ ધરપકડ કરી કાયદાકીય (Sale of Narcotics in Gujarat) પુછપરછ હાથ ધરી હતી. આરોપીની પૂછપરછમાં કચ્છના ભચાઉ તાલુકાના નંદગામના રહેવાસી ખાન નામના શખ્સનું નામ ખુલતા ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. હાલ આ બંને આરોપીઓ સામે NDPS (Morbi Crime Case) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.