ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની ઓરેવા ગ્રુપ કંપનીએ કર્મચારીઓનો કોવિડ વેક્સિનનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી - કોરોના વેક્સિનનો ખર્ચ

કોરોના મહામારી વચ્ચે વેક્સિન તૈયાર થવાની તૈયારીઓ થઇ રહી છે અને વેક્સીનેશન કાર્યક્રમ આગામી દિવસોમાં શરુ થવાના છે, ત્યારે મોરબીની ઓરેવા ગ્રુપ કંપની તેના તમામ કર્મચારીઓને પીપીપી મોડલ મુજબ કોવિડ-19 રસીનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી છે.

મોરબીની ઓરેવા ગ્રુપ કંપનીએ કર્મચારીઓનો કોવીડ વેક્સિનનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી
મોરબીની ઓરેવા ગ્રુપ કંપનીએ કર્મચારીઓનો કોવીડ વેક્સિનનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી

By

Published : Dec 29, 2020, 7:08 PM IST

Updated : Dec 29, 2020, 7:24 PM IST

  • ઓરેવા ગ્રુપ તેના તમામ કર્મચારીઓનો કોવિડ વેક્સિનનો ખર્ચ ઉઠાવશે
  • તમામ કર્મચારીઓને કોવિડ રસી આપશે આવશે
  • પીપીપી મોડલ મુજબ ખર્ચ ઉઠાવશે

મોરબીઃ સરકાર કોરોના વાઈરસ સામે સામૂહિક રસીકરણ ઝુંબેશની તૈયારી કરી રહી છે, દેશના દરેક જરુરીયાત મંદ લોકો સુધી કોવિડ વેક્સિન પહોચી શકે તેના માટે સરકાર અને તેની તમામ મશીનરી તન-તોડ પ્રયાસ કરી રહી છે. એમ્સના અગ્રણી આરોગ્ય ચિકિત્સક તેમજ ઘણા મહાનુભાવોએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અને સાથ સહકારની ભાવનાથી આ મહા અભિયાનમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જેથી રસીકરણનું મહા અભિયાન સરળ અને આર્થિક બોજ રહિત બને.

મોરબીની ઓરેવા ગ્રુપ કંપનીએ કર્મચારીઓનો કોવીડ વેક્સિનનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી

તમામ ખર્ચ ઉઠાવશે કંપની, સરકારને પત્ર લખી કરી જાણ

મોરબી સ્થિત વિશ્વવિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપમાં હજારો કર્મચારીઓ કાર્યરત છે. માત્ર મોરબી જ નહિ પણ આજુબાજુના 60 કિલોમીટર સુધીના વિસ્તારમાં પથરાયેલા ઘણા બધા ગામોના કર્મચારીઓ ઓરેવા ગ્રુપ સાથે જોડાયેલા છે, ત્યારે અજંતા ઓરેવા ગ્રૂપે ગુજરાત સરકારને પત્ર લખીને તેના કર્મચારીઓ માટે કોવિડ -19ની રસીકરણનો ખર્ચ ઉઠાવવાની કંપનીએ ઈચ્છા વ્યક્ત કરી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ કંપનીના પ્રસ્તાવને આગળ ધપાવી રાજ્યના માર્ગદર્શનની પણ અપેક્ષા સેવી છે.

મોરબીની ઓરેવા ગ્રુપ કંપનીએ કર્મચારીઓનો કોવિડ વેક્સિનનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી
Last Updated : Dec 29, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details