ત્યાર બાદમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ ફરી ટ્યુશન ક્લાસીસ શરૂ કરો એમ પાલિકા પ્રમુખ અને પોલીસને રજૂઆત કરતા તેમણે આ પ્રશ્નનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. તેમજ કલેકટરને પણ રજૂઆત કરીને શક્તિના તમામ નિયમોનું પાલન કરવાની હૈયાધારણ આપીને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની માંગ કરી હતી.
મોરબી ક્લાસીસ સંચાલકોએ ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા પાલિકા પ્રમુખ રજૂઆત - municipality president
મોરબીઃ સુરતની ગોઝારી ઘટના પછી મોરબીમાં તંત્ર એક્શન પર આવીને તમામ ટ્યુશન ક્લાસીસને જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી બંધ કરી દીધા છે. ત્યારે સુરતની કમનસીબે બનેલી ઘટના બાબતે દુઃખ વ્યક્ત કરીને મોરબીના તમામ ટ્યુશન ક્લાસીસ સંચાલકો સુરતના હતભાગી બાળકોના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારે પાલિકા તંત્રને રજૂઆત કરીને સુરત જેવી ઘટના મોરબીમાંના બને તે માટે તંત્ર પાસે શક્તિના બનાવેલા તમામ નિયમોને અનુસરીને અને હા અંગેની ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન થોડા સમયમાં જ કરવાની ખાતરી આપી હતી, જ્યારે હોસ્પિટલો, સિનેમા, શોપિંગ મોલ સહિતના જાહેર કોમર્શિયલ સ્થળો ચાલુ છે. અત્યારમાં ટ્યુશન ક્લાસીસ સબંધીત છે, તેથી નિયમોને આધીન ટ્યુશન ક્લાસીસને એનોસી આપવાની માંગ કરી છે, એનાથી જાહેર બગીચામાં બેસવા દેવાની મંજૂરી આપવાની માંગ કરી હતી આ બાબતે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ કલેકટર અને ચીફ ઓફિસર સાથે વાત કરી આ પ્રશ્નનું નિરાકરણ આપવાની ખાતરી આપી હતી.