ગુજરાત

gujarat

ETV Bharat / state

સાઉદી અરેબિયાએ ભારતની સિરામિક ટાઈલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી - મોરબી ન્યુઝ

મોરબીઃ વિશ્વમાં અલગ ઓળખ ધરાવતો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીની ઝપેટમાં છે. વર્ષે 40,000 કરોડ કરતાં વધુ ટર્નઓવર ધરાવતો સિરામિક ઉદ્યોગ હાલ મંદી સામે ઝંઝૂમી રહ્યો છે. તાજેતરમાં સાઉદી અરેબિયાએ ભારતની ટાઈલ્સ પ્રોડક્ટ પર 43 ટકા જેવી તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી હતી. જયારે સામે આપણા પ્રતિસ્પર્ધી ચીન પર 23 ટકા જેવી એન્ટી ડમ્પિંગ ડયુટી લગાવી છે. જેની અસર વિદેશી હુંડીયામણ અને ભારતના અર્થતંત્ર પર પણ થશે. તો મોરબીના સિરામિક ઉદ્યોગને એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી ભારે નુકસાન થશે.

સાઉદી અરેબિયાએ ભારતની સિરામિક ટાઈલ્સ પર તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી

By

Published : Nov 1, 2019, 2:54 PM IST

સાઉદી અરેબિયા દ્વારા ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લગાવવા માટેના ડ્યૂટીની ટકાવારી જે સામે આવી છે તે મોરબીના સીરામીક ઉધોગ માટે મૃત્યુઘંટ સમાન છે. ચાઇનાની બે ત્રણ કંપનીને બાદ કરતા ચાઇના ઉપર 23.5% તેમજ ભારતની ત્રણ કંપનીને બાદ કરતા 42.9% ડ્યૂટી જે કંપનીએ ફાઈલ કરેલી હોય તેમના ઉપર લાગશે. એટલે કે 20% વધુ ડ્યૂટી ભારતની ટાઇલ્સ ઉપર લાગશે.

ભારતમાંથી ફક્ત એક જ કંપની એક્સપોર્ટ કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ 4000 કરોડની નિકાસ ગલ્ફના દેશોમાં કરે છે, ત્યારે એક્સપોર્ટને અસર થશે. સિરામિક ઉદ્યોગને બચાવવા માટે સરકાર પણ સહકાર આપશે તેવી આશા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે

સાઉદી અરેબિયાએ ભારતની સિરામિક ટાઈલ્સ પર તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી
મોરબીના સિરામિક ઉદ્યોગને સાઉદી અરેબિયામાં 20 ટકા વધુ ડ્યુટી ભરવી પડે તો ઉદ્યોગનું એક્સપોર્ટ બંધ થઇ જશે. ચીનની પ્રોડક્ટ 20 ટકા સસ્તી થશે, જેથી સરકાર ઉદ્યોગને રાહત આપે તે જરૂરી છે. સરકાર એક્સપોર્ટ રીફંડની ટકાવારીમાં વધારો કરી શકે છે તેમજ સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસને GSTમાં સમાવી તેમજ ગેસના ભાવોમાં રાહત આપીને પણ ઉદ્યોગને મદદ કરી શકે છે. સરકાર જો ઉદ્યોગને મદદ નહિ કરે તો ગલ્ફના સાત દેશોમાં મોરબીના સિરામિક ઉદ્યોગનું 4000 કરોડનું એક્સપોર્ટ બંધ થશે અને સીધો ફાયદો ચીનને થશે. જેથી સરકાર ઉદ્યોગને બચાવવા યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉદ્યોગકારો અને એસોસીએશનના અગ્રણીઓ કરી રહયા છે

ABOUT THE AUTHOR

...view details