મોરબી:શહેરના મોટાભાગના વિસ્તારમાં ભૂગર્ભની સમસ્યા જોવા મળે છે. જેથી ભૂગર્ભ ગટરની ફરિયાદોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફરિયાદોના નિરાકરણ માટે નવી ભૂગર્ભ લાઈન નાખવામાં આવી છે, પરંતુ સમસ્યામાં સુધરવાને બદલે બગડી રહી છે. પાલિકામં કર્મચારીઓ ઓછા અને સમસ્યા વધુ હોવાથી કર્મચારીઓનું પ્રજા સાથે ઘર્ષણ જોવા મળે છે.
મોરબીમાં ભૂગર્ભ સાફ કરવા બાબતે કર્મચારી પર સભ્યના પતિએ કર્યો હુમલો - મોરબી નગરપાલિકાના તાજા સમાચાર
મોરબી નગરપાલિકા વોર્ડ નંબર-4ના સભ્યના પતિ દ્વારા ભૂગર્ભ ગટર વિભાગના કર્મચારીને લાફો માર્યો હતો. લાફો માર્યા બાદ સભ્યના પતિએ આરોપ લગાવ્યો કે, છાસવારે રજૂઆત કરવા છતાં નિરાકરણ થતું નથી.
મોરબીમાં ભૂગર્ભ સાફ કરવા બાબતે કર્મચારી પર સભ્યના પતિએ હુમલો કર્યો
શહેરના વિસ્તારોમાં ભૂગર્ભ સમસ્યાને લીધે પારવાર મુશ્કેલી થઇ રહી છે. મોરબી શહેરના વોર્ડ નંબર-4માં ભૂગર્ભ ગટરની સમસ્યા હોવાથી, ત્યાંના મહિલા સભ્યના પતિ યશવતસિંહ જાડેજા દ્વારા છાસવારે ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ પ્રશ્નનો નિકાલ ન થવાથી મહિલા સભ્યના પતિએ ભૂગર્ભ ગટર વિભાગના કર્મચારી હરીશભાઈ બુચ સાથે બોલચાલી કરી હતી, ત્યારબાદ મહિલા સભ્યના પતિ દ્વારા પાલિકાના કર્મચારીને લાફો મારવામાં આવ્યો હતો.