- કોરોનાકાળમાં વિવિધ સંસ્થાઓએ નિઃસ્વાર્થ ભાવે આપી હતી સેવા
- સેવા આપનાર સંચાલકોનું કરાયું સન્માન
- કોરોનાકાળમાં દર્દીઓને સેવા આપવા માટે શરૂ કરાયા કોવિડ કેર સેન્ટર
મોરબીઃ કોરોનાની બીજી લહેર દરમિયાન નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર 19 સંસ્થાઓનું જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કોવિડ સેન્ટરો શરૂ કરીને અનેક દર્દીઓની નિઃસ્વાર્થ સેવા કરનાર 19 સંસ્થાઓને કલેક્ટર કચેરીમાં સન્માનિત કરવામાં આવી હતી.
કોરોના કોવિડ કેર સેન્ટરના સંચાલકોનું કલેક્ટરના હસ્તે કરાયું સન્માન આ પણ વાંચોઃ પોરબંદર: કોરોના વોરિયર્સનું કરવામાં આવ્યું સન્માન
કોરોનાની બીજી લહેરમાં સેવા કરનાર સેવાભાવી સંસ્થાનું કરાયું સન્માન
આ સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, ડી.ડી.ઓ પરાગ ભગદેવ, અધિક કલેક્ટર કેતન જોશીના હસ્તે કોરોનાની બીજી લહેરમાં સેવા કરનાર સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરાયું હતું.
આ પણ વાંચોઃ વિશ્વ નર્સ દિવસ નિમિતે પોરબંદરમાં નૌસેનાની ટીમે નર્સ સ્ટાફનું કર્યું સન્માન
કુલ 19 સંસ્થાનું કરવામાં આવ્યું સન્માન
જેમાં પાટીદાર કોરોના કેર સેન્ટર -પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિધાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવડી ઘાચી, યડુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાટખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજય લોરીયા, સીરામીક એસોસિએશન, અજનતા એલપીપી તેમ કુલ 19 સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું હતું.