ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં બે સ્થળે જુગાર રમતા પાંચ લોકોને એલસીબી ટીમે ઝડપ્યા, 18 હજારથી વધુનો મુદામાલ જપ્ત

કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લામાં બે સ્થળે જુગાર રમતા પાંચ લોકોને એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે. વાંચો સમગ્ર સમાચાર...

Morbi News
Morbi News

By

Published : Jul 8, 2020, 10:16 AM IST

મોરબીઃ જિલ્લામાં બે સ્થળે જુગાર રમતા પાંચને એલસીબી ટીમે ઝડપ્યા છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે મસ્જિદવાળી શેરીમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, તો મોરબીના રવાપર રેસીડેન્સી પાસે વરલીનો જુગાર રમતા એક ઝડપાયો હતો.

મળતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ વી.બી.જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વિક્રમસિંહ બોરાણાને બાતમી મળેલી કે, હળવદના ચરાડવા ગામે મસ્જીદ વાળી શેરીમાં રહેતા ભૂપતભાઈ ચતુરભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમી રમાડતા હોવાની માહિતીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો, જ્યાં જુગાર રમી રહેલા ભુપતઈ માકાસણા, દેવકૃષ્ણ ઉર્ફે દીપક મહેતા, સતીશ મહેતા અને રોહિત રાવલને રોકડ રકમ રૂપિયા 39000 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન રવાપર રેસીડેન્સી હરિદર્શન એપાર્ટમેન્ટ પાસે એક ઇસમ જાહેરમાં વરલીના આંકડા લેતા એલસીબી ટીમે સ્થળ પર પહોંચીને આરોપી નવીન ચતુરભાઈ ચારોલાને ઝડપી લઈને રોકડ 16,300 અને મોબાઈલ કિંમત 2000 સહિત કુલ રૂપિયા 18,300નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી રાજુભાઈ પટેલ પાસે કપાત કરાવતો હોવાનો ગુનો નોંધી તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details