ગુજરાત

gujarat

વાંકાનેરમાં હોમ ક્વોરેન્ટાઇન કરેલા ઇસમેં ખોટી માહિતી આપતા ગુનો નોધાયો

By

Published : May 1, 2020, 8:55 PM IST

વાંકાનેરમાં હોમ ક્વોરેન્ટાઇન કરેલા ઇસમેં ખોટી માહિતી આપી અને દીકરીને રાજકોટથી લાવી જાહેરનામાંનો ભંગ કર્યો હતો. જેથી દંપતી સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાંકાનેરમાં હોમ કોરોનટાઈન કરેલા ઇસમેં ખોટી માહિતી આપતા ગુનો નોધાયો
વાંકાનેરમાં હોમ કોરોનટાઈન કરેલા ઇસમેં ખોટી માહિતી આપતા ગુનો નોધાયો

મોરબીઃ વાંકાનેરના મિલ પ્લોટના રહેવાસી દંપતીએ હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન ડૉક્ટરને ખોટી માહિતી આપી અને દીકરીને રાજકોટથી લાવીને જાહેરનામાં ભંગનો ગુનો કર્યો હોતો. જેથી દંપતી સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરમાં ફરજ બજાવતા ડૉક્ટર હરિદાસ નરભેરામ દેસાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ગફારશા હુશેનશા ફકીર કોરોનાગ્રસ્ત વિસ્તાર રાજકોટથી વાંકાનેર આવ્યા હતા.

જેને હોમ ક્વોરેન્ટાઇન કરવમાં આવ્યા હતા. તે હોમ કોરેન્ટાઇન પિરિયડમાંથી વહેલી તકે પૂર્ણ કરવા માટે તેના પત્ની ગુલશનબેન ગફારશા ફકીરે ડો. હેતલ કાકડિયાને ખોટી માહિતી આપી હતી.

તેમજ બંને આરોપી દંપતીએ રાજકોટથી દીકરી રૂકશારબેનને વાંકાનેર લાવી જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાંનો ભંગનો ગુનો કર્યા હતો. તેમની સામે ફરિયાદ નોંધામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details