લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન જયેશ રાદડિયા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ જ્ઞાતિ રત્ન મહેશ સવાણી સુરત અને કાગવડ ખોડલધામ ટ્રસ્ટી ગોપાલ વસ્તરપરા સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
મોરબીમાં યોજાશે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્નોત્સવ - Gujarati News
મોરબીઃ શ્રી સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા દ્વારા તા. 07ને અખાત્રીજના દિવસે લેઉઆ પટેલ સમાજ વાડી હરબટીયાળી ખાતે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે, જેમાં 62 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે.
પ્રથમ સમૂહલગ્નના પ્રણેતા એવા નરેન્દ્ર પરસોત્તમભાઈ સંઘાત અને તેની સમગ્ર ટીમ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્ન પૂર્વે 4 સ્થળે રક્તદાન કેમ્પ યોજાશે અને 800 રક્તદાતાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે રક્તદાન કેમ્પ બાદ સમૂહલગ્નમાં પધારનાર નરેશ પટેલ અને જયેશ રાદડિયાની રક્તતુલા કરવામાં આવશે. જયારે પરેશ ધાનાણીની સાકર તુલા કરવામાં આવશે. સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓ પૈકી 13 માતાપિતા વિહોણી દીકરીઓ પણ જોડાઈ છે જેને દાતાઓના સહયોગથી ફિક્સ ડીપોઝીટ પણ આપવામાં આવશે અને દીકરીઓને માતાપિતાની ખોટ ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે